Jamnagar: ભાઈઓ અને બહેનો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ આખરે આવી ગયો છે. આજે દેશભરમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની (raksha bandhan) ઉજવણી થઈ રહી છે. બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે. તો ભાઈ પણ આજીવન પોતાના બહેનનું રક્ષા કરવાના સંકલ્પ લેતો હોય છે. પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે. જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે. ત્યારે જામનગર (Jamnagar) જિલ્લાની સબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષા બંધનની ઉજવણી
જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષા બંધનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં જામનગર જીલ્લા જેલ દ્વારા રક્ષાબંધનની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જેલમાં બંધ કેદી ભાઈઓને સવારે નવથી ચાર વાગ્યા સુધી કેદીઓને રાખડી બાંધી શકશે. ત્યારે આજે સવારથી બહેનો જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી.અને જેલમાં બંધ ભાઈને જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી.આ દરમિયાન જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો સામે આવ્યા હતા.
જેલની સુરક્ષા ને ધ્યાને રાખી રક્ષાબંધનની ઉજવણી કરાઈ
જામનગર જિલ્લા જેલ ખાતે દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામા આવે છે. હાલ 534 કેદી જિલ્લા જેલમાં બંધ છે ત્યારે બહેનો જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધી શકે તે માટે આ વર્ષે પણ જામનગર જિલ્લા જેલ ખાતે જેલમાં બંધ ભાઈઓ માટે જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી. જેલની સુરક્ષા ને ધ્યાને રાખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.બહેનોએ
કેદીઓને રાખડી બાંધી તેમની સલામતી માટે પ્રાથના કરી હતી.
આ પણ વાંચો : Jharkhand: ચંપઈ સોરેનની ભાજપમાં જોડાવવાની અટકળો, જાણો ચંપઈ સોરેને હેમંત સોરેન સામે કેમ કર્યો બળવો ?