ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે PM Modi ની અધ્યક્ષતામાં યોજાઇ CCS ની બેઠક, જાણો શુ થઈ ચર્ચા

October 4, 2024

CCS meeting : કેબિનેટની સુરક્ષા બાબતોની સમિતિ (CCS)ની ગુરુવારે બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદીની (PM Modi) સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ( Rajnath Singh) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દેશની તાજેતરની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જમ્મુમાં હાલના દિવસોમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

PM Modi ની અધ્યક્ષતામાં યોજાઇ CCSની બેઠક

તમને જણાવી દઈએ કે ,ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આટલું જ નહીં, જુલાઈ મહિનામાં જ ઈ-આતંકવાદી હુમલાઓ થયા છે, જેના કારણે રાજ્યની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે. સેનાના જવાનો ખીણમાં આતંકવાદીઓને પકડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી જવાનોને ખાસ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે બેઠકમાં મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પર ચર્ચા થઈ હતી. જો કે હજુ સુધી બેઠકમાં થયેલી ચર્ચા અંગે વધુ માહિતી મળી નથી.

મધ્ય પૂર્વ કટોકટી

મધ્ય પૂર્વ કટોકટી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. અહેવાલો અનુસાર, બેઠકમાં ભારત પર મધ્ય પૂર્વ સંકટની સંભવિત અસર પર ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આ બેઠક ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠક પહેલા થઈ હતી. PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. વાસ્તવમાં, એવા ઘણા અહેવાલો હતા કે મધ્ય પૂર્વ સંકટ પછી કાચા તેલની કિંમતો વધી શકે છે. એવા પણ સમાચાર હતા કે કાચા તેલના સપ્લાય પર પણ અસર પડી શકે છે. આ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મધ્ય પૂર્વ સંકટ પર ભારતનું વલણ શું રહ્યું છે?

મધ્ય પૂર્વ સંકટને લઈને ભારત પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે. ભારતે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સંઘર્ષ વધવો જોઈએ નહીં, પરંતુ વાતચીત અને શાંતિ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. હાલમાં ભારત મધ્ય પૂર્વ સંકટ પર સતત નજર રાખી રહ્યું છે.

મધ્ય પૂર્વમાં શું થઈ રહ્યું છે?

મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે. યુદ્ધે વિશ્વના ઘણા દેશોને ચિંતિત કર્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પછી, હિઝબોલ્લાહ સાથે IDFનો સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયેલ લેબનોન પર સતત હુમલા કરી રહ્યું છે. હમાસના ચીફને ખતમ કર્યા બાદ ઈઝરાયેલની સેનાએ લેબનોન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાના ચીફને પણ મારી નાખ્યો છે.

યુદ્ધ દરમિયાન ઈરાન તરફથી ઈઝરાયેલ પર મિસાઈલ પણ છોડવામાં આવી હતી. જો કે, આમાંથી મોટાભાગની મિસાઇલોને ઇઝરાયેલ દ્વારા હવામાં તોડી પાડવામાં આવી હતી.

સીસીએસ શું છે

વડાપ્રધાન સુરક્ષા બાબતો પરની કેબિનેટ સમિતિના અધ્યક્ષ છે. પીએમ સિવાય તેમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી સામેલ છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓ પર નિર્ણય લેનારી આ સૌથી મોટી સમિતિ છે. આ સિવાય આ સમિતિ સંરક્ષણ સંસ્થાઓમાં અધિકારીઓની નિમણૂક, સંરક્ષણ નીતિ, સંરક્ષણ ખર્ચ અને દેશની સુરક્ષા સંબંધિત તમામ બાબતો પર નિર્ણય લે છે. સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ જોવા ઉપરાંત, આ સમિતિ કાયદો અને વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લે છે.

આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- ‘ ગુજરાતમાં નહીં તો પાકિસ્તાન જઈને ગરબા રમીશું?’, ગેનીબેને કહ્યું- ‘ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી’

Read More

Trending Video