NEET કોભાંડમાં CBI એક્શન મોડમાં, ગુજરાતમાં 7 સ્થળોએ પાડ્યા દરોડા, જાણો આ કેસમાં શું નવા ખુલાસા થયા

June 29, 2024

NEET Paperleak :  NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાતમાં સીબીઆઇએ 7 જગ્યાએ દરોડા પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા ગોધરા સહિતના જિલ્લાઓમાં સીબીઆઇની ટીમ પહોંચી હતી.

NEET પેપર લીક મામલે CBI ની કાર્યવાહી

સીબીઆઈએ તેમના સર્ચ ઓપરેશનના ભાગરૂપે ચોક્કસ પરીક્ષા કેન્દ્રોને નિશાન બનાવીને અમદાવાદ સહિત ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા.જેમાં .ગોધરા ,આણંદ અમદાવાદ, ખેડામાં CBI એ દરોડા પાડ્યા હતા. .NEET કૌભાંડને લઇ CBI દ્વારા તપાસ કરાઇ રહી ત્યારે આજે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી તપાસ શરુ કરાઇ છે CBI દ્વારા શંકાસ્પદ સ્થળો પર સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી તપાસ કરાઇ રહી છે.આ તપાસમાં મહત્વના પુરાવા હાથ લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે.

CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ગોધરા બહુચર્ચિત NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.જેમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરૂષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે. NTA દ્વારા NEETની પરીક્ષાને લઇને 3 કોલેજ અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી.

CBI અધિકારીનું નિવેદન

આ મામલે CBI અધિકારીઓએ મીડીયાને જણાવ્યું હતું કે, હજારીબાગમાં ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હકને 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હજારીબાગના શહેર-સંયોજક બનાવવામાં આવ્યા હતા. શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

એક પત્રકારની પમ ધરપકડ

મહત્વનું છે કે, CBIએ NEET પેપર લીક કેસમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી હતી. જે બાદ પત્રકાર જમાલુદ્દીન અંસારીની આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કૌભાંડમાં પત્રકારની ભૂમિકા હજુ સુધી બહાર આવી નથી.પરંતુ પૂછપરછ બાદ નવા ખુલાસા થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  Rajkot : હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં કેનોપી તૂટી, જાણો વિગતો

Read More

Trending Video