Bharuch માં બેરોજગારીને ઉજાગર કરતો કિસ્સો, 5 પોસ્ટ માટેની ભરતીના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનોનો સેલાબ ઉમટી પડ્યો

July 11, 2024

Bharuch : ગુજરાત સરકારના ( Gujarat government ) રોજગારીના (employment) મસમોટા દાવાઓ કરવામા આવતી હોય પરંતુ હકીકતમાં રાજ્યમાં બેરોજગારી (unemployment ) ચરમસીમાએ છે. આ વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો ભરુચમાંથી (Bharuch) સામે આવ્યો છે. જેમાં એક ખાનગી કંપનીમાં નોકરીની 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો પહોંચ્યા હતા. અને આ ભીડ એટલી ભારે હતી કે પડાપડી થવાના કારણે હોટેલની રેલીંગ તુટી ગઈ હતી.

ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો કિસ્સો

ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈન્ટરવ્યું આપવા માટે યુવાનો પડાપડી કરી રહ્યા છે. ભીડ એટલી ભારે હતી કે હોટેલની રેલીંગ તુટી ગઈ હતી. આ વીડિયોએ બેરોજગારીને ઉજાગર કરી દીધી છે. સરકાર દ્વારા રોજગારીની મોટી મોટી વાતો કરવામા આવે છે પરંતું હકીકતમાં રોજગાર મેળવવા માટે યુવાનો વલખા મારી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજગારીની વરવી વાસ્તવિકતા ઉજાગર થઈ છે.

Bharuch : બેરોજગારી

5 પોસ્ટની જાહેરાત માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન થયું હતું

પ્રાપ્ત જાણકારી મુજબ અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થરમેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે 5 પોસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટવ્યું આયોજિત કરાયો હતો. આ માટે 3 થી 10 વર્ષના અનુભવી BE કેમિકલ, AOCP, B.Sc, M.Sc, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જોકે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી.

Bharuch : બેરોજગારી

 રોજગારી મેળવવા હજારો યુવાનોનો સેલાબ ઉમટી પડ્યો

આ જાહેરાત બાદ નોકરી વાંછુક યુવાનોનો સેલાબ ઉમટી પડ્યો હતો.મોટી સંખ્યામાં યુવાનો નોકરી માટે આવતા પડાપડી અને તૂટફૂટના દ્રશ્યો સર્જાયા હતા.અને ઇન્ટરવ્યૂ માટે થયેલી ભીડમાં ધકકા મુક્કી થઈ હતી ભીડ એટલી ભારે હતી કે હોટેલની રેલીંગ તુટી ગઈ હતી. માત્ર 5 જગ્યા માટે આશરે 1800 અરજદારોમાં માત્ર ગણતરી સમય માં જ ઉમટી આવ્યા હતા. મલ્ટી નેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા યુવાઓએ પડાપડી કરી હતી. ઝઘડિયાની ખાનગી કંપનીના અરજદારો માટે કોઈ સુવિધા કરવામાં આવી ના હતી. ત્યારેહોટલ પર સર્જાયેલ પડાપડી અને ભાંગ તૂટમાં કોઇ યુવાનને ઇજા તો થઈ ના હતી પણ હોટલને નુકશાન થયું હતું જેનું પણ ભૂગતાન કંપનીએ કરવાનો વારો આવ્યો હતો. હવે આ દર્શ્યો સામે આવતા લોકો બેરોજગારી મુદ્દે સરકાર પર સવાલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : લોકસભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ નાંખીને તેમને લલકાર્યો છે : મુકુલ વાસનિક

Read More

Trending Video