Talangana: તેલંગાણાના મેડક જિલ્લામાંથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે અહીં અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. અહીં બુધવારે એક કાર અચાનક બેકાબૂ થઈ ગઈ અને ઝાડ સાથે અથડાઈ. ઝાડ સાથે અથડાયા બાદ કાર પલટી મારી નજીકના વરસાદી નાળામાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે મામલો શિવમપેટ મંડલનો છે. જ્યાં આ અકસ્માત થયો હતો. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
STORY | Seven killed after car plunges into stream in Telangana
READ: https://t.co/ganrKn1TZf
VIDEO: pic.twitter.com/FwxVT0saac
— Press Trust of India (@PTI_News) October 16, 2024
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ જાણકારી તેલંગાણાના સીએમઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આપી છે. તેલંગાણાના સીએમઓ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, ‘મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડીએ મેડક જિલ્લાના શિવમપેટ મંડલમાં થયેલા માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે તરત જ અધિકારીઓ સાથે વાત કરી અને અકસ્માતની જાણકારી મેળવી. એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવવો એ દુઃખદ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સારવાર અને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. અસરગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના.
આ પણ વાંચો: Delhi: હવે ‘કાયદો આંધળો નથી’…, ન્યાયની દેવીની પ્રતિમા બદલાઈ, આંખ પરથી પટ્ટી હટાવી