Cadila Pharma CMD: કેડીલા ફાર્માસ્યુટિકલના (Cadila Pharmaceutical) રાજીવ મોદી (Rajiv Modi) સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલા પોલીસે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) A સમરી રિપોર્ટ રજૂ કર્યો છે. સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ (bulgarian woman) લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો હતો. આમ પહેલી નજરે રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી હતી.
રાજીવ મોદીને (Rajiv Modi) ક્લીનચીટ અપાઇ નથી
કેડીલા ફાર્માના CMD રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાયાના દોઢ મહિના બાદ પણ પોલીસને કોઈ પુરાવા ન મળ્યા હોવાની સમરી ભરી છે. આમ, એ સમરીમાં રાજીવ મોદી પર લગાવેલા આક્ષેપ પુરવાર ન થતા હોવાથી તેમને ક્લીન ચીટ આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે રિપોર્ટ છે કે રાજીવ મોદીને ક્લીનચીટ અપાઇ નથી, પોલીસના આ સમરી રિપોર્ટ મુદ્દે 2 માર્ચે પીડિતા જવાબ રજૂ કરશે. આ સાથે પીડીતા અને વકીલે પોલીસ તપાસ સામે છે કે આરોપીને બચાવવા પોલીસે યોગ્ય તપાસ કરી નથી. જેથી પીડિતા ગુજરાત હાઇકોર્ટમાં CBI તપાસની માગ કરશે. જેથી રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
‘એ’ સમરી રીપોર્ટ શું છે ?
તેમને જણાવી દઈએ કે ‘એ’ સમરી રીપોર્ટ એટલે કે – ફરિયાદમાં જણાવ્યા મુજબના પુરાવા તપાસ દરમિયાન મળી આવે પણ આરોપી ન મળી આવે ત્યારે ‘એ’ સમરી ભરવામાં આવે છે. ભવિષ્યમાં જયારે પણ આરોપી મળી આવે ત્યારે કેસ રી–ઓપન કરીને ચાર્જશીટ કરી શકશે.
શું છે સમગ્ર કેસ
પ્રાપ્ત જાણકારી મુજબ કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી સામે તેમની પર્સનલ આસીટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે બલ્ગેરિયન યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ફરિયાદ દાખલ ન થતા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની સુચના આપી હતી. આ સાથે હાઈકોર્ટે કેસની તપાસ સિનિયર આઇપીએસ અધિકારીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સોંપવાની સુચના આપી હતી. જે બાદ આ કેસમાં યુવતીને સાથે રાખીને ફાર્મ હાઉસ અને ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ 60 જેટલા નિવેદન લેવામાં આવ્યા હતા. જો કે કેટલાંક મુદ્દાઓ પર તપાસ કરવા માટે ફરીથી યુવતીની પુછપરછ જરૂરી હોવાથી તેને સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરતુ તે ગુમ થઈ ગઈ હતી.
પોલીસ પર ગંભીર આક્ષેપ
બલ્ગેરિયન યુવતીએ ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે. કોર્ટની સુનાવણીમાં યુવતી હાજર ન રહેતાં યુવતીના વકીલ રાજેશ મિશ્રાએ નિવેદન આપ્યું હતુ કે, અત્યાર સુધી યુવતીને માત્ર 1 સમન્સ યાદી મળી હતી.જો કે યુવતીના આરોપને લઇને પોલીસે હજી સુધી કોઇ પૂછપરછ કરી નથી. તેમજ યુવતીને 8 સમન્સ મોકલાયાની ચર્ચા છે જો કે એ પ્રકારના કોઇ પણ સમન્સ મળ્યા નથી.
થોડા દિવસો પહેલા જ રાજીવ મોદી હાજર થયા
તમને જણાવી દઈએ કે, આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. પરંતુ 15 ફેબ્રુઆરીએ રાજીવ મોદી અચાનક નાટકીય ઢબે સોલા પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને સોલા પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામા આવ્યું હતું,જેમાં રાજીવ મોદીએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા. અને આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી. પરંતુ આ યુવતી હાજર થઈ ન હતી અને તે ક્યાં છે તે પણ પોલીસ જાણી શકી ન હતી.
આ પણ વાંચો : દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ! વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું, 9 ખલાસીઓ ધરપકડ