કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, ચોટીલા નજીક સર્જાયો અકસ્માત

January 31, 2025

Minister Raghavji Patel car accident :ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને અકસ્માત નડ્યો છે. જાણકારી મુજબ તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા.તે દરમ્યાન તેઓની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે આ અક્સ્માતમાં મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમ્યાન ચોટીલા પાસે રાઘવજી પટેલની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કારને નુકસાન થયું છે જ્યારે મંત્રી રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો છે. આ અક્સમાત અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જેથી પોલીસ દ્વારા તાત્કાલીક ટ્રાફિક ક્લીયર કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  PM મોદીનો મહાકુંભ પ્રવાસ થઈ શકે છે રદ, 5 ફેબ્રુઆરીએ જવાના હતા Prayagraj

Read More

Trending Video