મુખ્યમંત્રીએ મંગળવારે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે. સામાન્ય રીતે અઠવાડિયાના દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે પરંતુ આ વખતે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસને લઈને આ ફેરફાર કરાયો છે.
આ મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંગળવારે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાનના આગમનને લઈને, નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે થયેલા નુકસાન તથા વાઈબ્રન્ટ સમિટ અને વાઈબ્રન્ટ નવરાત્રિ મુદ્દે ચર્ચા થશે.
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ
જણાવી દઈએ કે, મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અને બુધવારે 27 સપ્ટેમ્બર વડાપ્રધાનના હસ્તે વિવિધ લોકાર્પણના કાર્યક્રમ હોવાના કારણે મંગળવારે મુખ્યમંત્રી કેબિનેટ બેઠક બોલાવી છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસકાર્યોની ભેટ આપવાના છે.
વડાપ્રધાન 26 મી રાત્રિએ જ ગુજરાત આવી જશે અને પાટનગરમાં રાજભવન ખાતે તેઓ રોકાણ કરશે. સુત્રોના જણાવ્યા મુજબ તેઓ રાત્રી રોકાણ દરમિયાન રાજકીય પરામર્શ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મીડીંગ પણ કરી શકે છે.