Bangladesh Man get first citizenship under CAA: આશ્રય હોય કે નાગરિકતા, ભારત હંમેશા મદદ કરવા તૈયાર રહ્યું છે, પરંતુ પ્રતિબંધો પણ છે. જો કોઈ વિદેશીને લાગે છે કે તેની સુરક્ષા જોખમમાં છે અને તે પોતાના દેશમાં પરત ફરવા માંગતો નથી, તો તે ભારતમાં આશરો લઈ શકે છે. દેશમાં નાગરિકતા નાગરિકતા અધિનિયમ 1955 (સંશોધિત) હેઠળ આપવામાં આવે છે. જેમાં નાગરિકતાના આધારે, વંશના આધારે, નોંધણીના આધારે, નેચરલાઈઝેશનના આધારે તેમજ CAAના આધારે નાગરિકતા આપવામા આવે છે. ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ થઈ રહેલી હિંસા વચ્ચે આસામના સિલચરના 50 વર્ષીય દુલોન દાસ અસમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની મદદથી ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ બાંગ્લાદેશી બન્યા છે. ભારતના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી હતી. તેમને પ્રમાણપત્ર મેળવવા માટે ગુવાહાટીમાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે.દુલોન દાસના વકીલોના જણાવ્યા અનુસાર, તેણે 1 એપ્રિલ, 2024ના રોજ CAAની મદદથી ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.
કેવી રીતે મળી ભારતની નાગરિકતા
બાંગ્લાદેશના સિલહટ જિલ્લામાં 1974માં જન્મેલા દુલોન અને તેમનો પરિવાર દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલાં હુમલાથી કંટાળી 1988માં આસમમાં શરણું લીધી હતી.જે બાદ તેઓ 1996થી આસામમાં મતદાન કરી રહ્યો છે, અને તેના પરિવારજનો પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતા અને અન્ય તમામ દસ્તાવેજ છે. વકીલોએ કહ્યું કે, તેણે એનઆરસી માટે અરજી કરી નથી. પરંતુ 1971 બાદ અસમમાં આવ્યા હોવાથી દાસને CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી હતી.
હુમલાઓથી પરેશાન થઈને લીધો હતોઆશ્રય
દુલોનનો જન્મ બાંગ્લાદેશના સિલચર જિલ્લામાં 1974માં થયો હતો અને તેના પરિવારે 1988માં દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓથી પરેશાન થઈ આસામમાં આશ્રય લીધો હતો.વકીલોએ મંગળવારે મીડિયાને જણાવ્યું કે,”1986માં દુલોનના પિતાએ 8,000 ટાકા (બાંગ્લાદેશનું ચલણ) ખર્ચીને બાંગ્લાદેશના સિલચરજિલ્લાના એક ગામમાં જમીન ખરીદી હતી, પરંતુ તરત જ તેમના પર અનેકવાર હુમલા થયા અને તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા.”દુલોન દાસ પણ 1996થી આસામમાં ભારતીય નાગરિક તરીકે મતદાન કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્યો પાસે આધાર કાર્ડ, બેંક ખાતા અને અન્ય તમામ દસ્તાવેજો છે.”તેમણે NRC માટે અરજી કરી ન હતી.પરંતુ તેઓ જાણતા હતા કે તેઓ 1971 પછી આસામ આવ્યા હતા અને તેથી જ દાસે CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી હતી.
ટૂંક સમયમાં વધુ લોકોને મળી શકે છે નાગરિકતા
માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આસામના કુલ આઠ લોકોએ CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી છે અને તેમાંથી બે લોકોએ તેમની અરજી પાછી ખેંચી લીધી છે. મંગળવારે, વકીલ ધર્મેન્દ્રએસ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે બે અરજીઓ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ CAA હેઠળની છ અરજીઓની ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે અને વધુ ચારને ટૂંક સમયમાં નાગરિકતા મળવાની અપેક્ષા છે.
અરજીઓની સંખ્યામાં ઘટાડો
કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા જ CAA નિયમો જારી કર્યા હતા. જો કે હજુ સુધી આ માટે બહુ ઓછી અરજીઓ આવી છે. ભાજપે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર CAAની મદદથી સ્થાનિક અરજદારોને નાગરિકતા આપવાનું શરૂ કરશે તે પછી અરજીઓની સંખ્યામાં વધારો થશે.