GMC recruitment : રાજ્યના બેરોજગાર યુવાનો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીની જાહેરાત કરવામા આવી છે. જેમાં મનપાની આરોગ્ય શાખામાં વિવિધ સંવર્ગની 73 જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવી છે.
GMC માં ભરતી
ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર સહિત વિવિધ સંવર્ગની 73 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા મહાનગરપાલિકાના નિયમો મુજબ હાધ કરવામા આવશે. વધુ વિગતો મેળવવા ઈચ્છતા ઉમેદવારો મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર જઈને વિગતો મેળવી શકે છે.
પોસ્ટનું નામ અને જગ્યા
- મેડિકલ ઓફિસર ક્લાસ-2ની- 4
- ફિમેલ હેલ્થ વર્કરની- 27
- મલ્ટી પરપઝ હેલ્થ વર્કરની -30
- ફાર્માસિસ્ટની – 6
- લેબોરેટરી ટેક્નીશીયનની- 6
- કુલ- 73 પોસ્ટ
અરજી કરવા ઈચ્છતા ઉમદેવારો ઓજસ વેબસાઇટ પર 21 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ઓનલાઇન અરજી કરી શકશે.