Budget 2024:બજેટને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, થોડી જ વારમાં સંસદમાં રજૂ કરાશે બજેટ

July 23, 2024

Budget 2024: નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (NirmalaSitharaman ) સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ (Union Budget 2024) રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમે બજેટને અંતિમ સ્વરૂપ આપ્યું. નાણામંત્રી સંસદમાં ભાષણ સાથે કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની આખી ટીમ સાથે બજેટ તૈયાર કરવાનું કામ કરે છે. ચાલો જાણીએ બજેટ તૈયાર કરવામાં કોણે મહત્વની ભૂમિકા ભજવી.

11 વાગે રજૂ થશે બજેટ

નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ 2024-25નો દિવસ આવી ગયો છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે દેશની સંસદમાં ભારત સરકારનું બજેટ રજૂ કરશે અને પોતાના બજેટ બોક્સમાંથી જનતાને ભેટ આપશે.

પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા

પીએમ મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તેઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે.

 કેબિનેટ મંત્રીઓ આવવા લાગ્યા

બજેટની નકલો સંસદ ભવન પહોંચી ગઈ છે. કેબિનેટ મંત્રીઓ આવવા લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સંસદ ભવન પહોંચી ગયા છે. 10.15 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલું બજેટ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે અને કેબિનેટ દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવશે. આ પછી ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણની ટીમમાં સામેલ આ લોકો પર મોટી જવાબદારી ,કેવી રીતે તૈયાર થાય છે બજેટ ?

Read More

Trending Video