Budget 2024:પહેલી નોકરી મેળવનારને પ્રોવિડંડમાં ફાયદો મળશે , રોજગાર માટે નાણાં મંત્રીની મોટી જાહેરાત

July 23, 2024

Budget 2024: નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં બજેટ (Union Budget 2024) રજૂ કરી રહ્યા છે.નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. નાણામંત્રી સંસદમાં ભાષણ સાથે કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. સામાન્ય ચૂંટણી બાદ આવનારા આ બજેટમાં સરકારની જાહેરાતો પર સૌની નજર છે.

 રોજગાર અને કૌશલ્ય સબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.

નાણામંત્રીએ કહ્યું કે, “મને 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

આ પણ વાંચો : Budget 2024: નાણામંત્રીએ કહ્યું- અમે ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ

Read More

Trending Video