Budgam Accident : ચૂંટણી ડ્યુટી પર જઈ રહેલી BSFના વાહનનો અકસ્માત, 3 જવાનોના મોતની આશંકા, 26 ઘાયલ

September 20, 2024

Budgam Accident : જમ્મુ-કાશ્મીરમાં સીમા સુરક્ષા દળ (BSF)ની બસને અકસ્માત નડ્યો. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના મોતની આશંકા છે, જ્યારે 26 જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. બીએસએફની આ ટીમ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ફરજ માટે જઈ રહી હતી. બીએસએફની બસને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને ખાનસાહેબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તૈનાત માટે સૈનિકો સાથે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો.

આ પણ વાંચોRajkot Congress : રાજકોટ મનપાની દ્વિમાસિક જનરલ બોર્ડમાં હોબાળો, વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર, ગૌ હત્યા અને રોડ રસ્તાનો મામલો ઉઠ્યો

Read More

Trending Video