Bangladesh થી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલ માતા-પુત્રી પર BSF એ કર્યો ગોળીબાર, 13 વર્ષીય હિન્દુ યુવતીનું મોત

September 5, 2024

Bangladeshi Girl Death On Indian Border: બાંગ્લાદેશની (Bangladesh) શેખ હસીના (Sheikh Hasina) સરકાર સામે ચાલી રહેલા સંકટ વચ્ચે ત્રિપુરામાં એક ગંભીર ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ વધાર્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ગોળીબારમાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલી 13 વર્ષની બાંગ્લાદેશી હિન્દુ યુવતી સ્વર્ણ દાસનું મોત થયું હતું. આ ઘટનાએ સીમા સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે અને બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીતની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.

ભારતમાં ઘૂસણખોરી કરી રહેલ માતા-પુત્રી પર BSF એ કર્યો ગોળીબાર

પ્રાપ્ત અહેવાલો અનુસાર, સ્વર્ણ દાસ તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ, જ્યારે તે અને અન્ય લોકો ત્રિપુરામાં ભારતીય સરહદ પર પહોંચ્યા, ત્યારે BSF જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન બીએસએફના ગોળીબારમાં સ્વર્ણનું મોત થયું હતું, જ્યારે તેની માતાનો આબાદ બચાવ થયો હતો. ઢાકા ટ્રિબ્યુન દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહને BGBને સોંપવામાં આવ્યો હતો.

BSFએ બાળકીનો મૃતદેહ સોંપ્યો

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, BSFએ 45 કલાક બાદ મંગળવારે મોડી રાત્રે સ્વર્ણ દાસનો મૃતદેહ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપ્યો હતો. કુલૌરા પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જ બિનય ભૂષણ રોયે મૃતદેહને સોંપવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયા પછી લાશ છોકરીના પરિવારને પરત કરવામાં આવશે. BGB સેક્ટર કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ મિઝાનુર રહેમાન શિકદારે જણાવ્યું કે ઘટના બાદ BSF અને BGB અધિકારીઓ વચ્ચે ફ્લેગ મીટિંગ બોલાવવામાં આવી હતી.

 સ્થાનિક દલાલો દ્વારા મદદ કરવામાં આવી હતી મદદ

સ્વર્ણા દાસની ઓળખ પશ્ચિમ જુરીના કાલનિગર ગામના રહેવાસી પોરેન્દ્ર દાસની પુત્રી તરીકે થઈ છે. પોરેન્દ્ર દાસે જણાવ્યું હતું કે તેની પુત્રી અને તેની માતા, જેઓ ત્રિપુરામાં તેના મોટા પુત્રને મળવા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, તેમને સ્થાનિક દલાલો દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. ગોળી લાગતા સ્વર્ણાની માતા બચી ગઈ હતી, પરંતુ સ્વર્ણાના મોતથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે.

ઘટનાથી ભારત અને બાંગ્લાદેશની સરહદ પર તણાવ વધ્યો

સ્વર્ણાના મોત બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. આ ઘટનાથી ભારત અને બાંગ્લાદેશની સરહદ પર તણાવ વધુ વધી ગયો છે. સ્થાનિક લોકો અને બંને દેશોના અધિકારીઓએ આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી છે અને તેના ઉકેલ માટે પગલાં લેવાની માંગ કરી છે. BGB અને BSF અધિકારીઓ વચ્ચે ફ્લેગ મીટિંગ દરમિયાન, ઘટનાની સંપૂર્ણ વિગતો લેવામાં આવી હતી અને બંને પક્ષોએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સહયોગની ખાતરી આપી હતી.

આ બેઠકમાં ફરીથી બંને દેશો વચ્ચે વાતચીતની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને સરહદ પર સુરક્ષા વ્યવસ્થાપનની સમીક્ષા કરવાની હાકલ કરવામાં આવી છે. આ ઘટનાએ સીમા સુરક્ષા, માનવાધિકાર અને બાંગ્લાદેશી સ્થળાંતરીઓ પ્રત્યે ભારતની નીતિ પર નવી ચર્ચા જગાવી છે. સ્વર્ણ દાસની હત્યાએ માત્ર બાંગ્લાદેશી નાગરિકોમાં જ અસુરક્ષાની ભાવના પેદા કરી નથી, પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો સરહદી વિવાદ પણ વધુ ઊંડો બનાવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: ‘રેનબસેરામાં રહેવાનું અને ફૂડ પેકેટ મળી જશે… ‘ સમસ્યા સાંભળવા આવેલા નેતાઓના જવાબ સાંભળી સ્થાનિકો બરાબરના ભડક્યાં

Read More

Trending Video