Kutch સરહદેથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, જાણો વિગતો

June 19, 2024

Kutch :  ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર (Kutch border) પરથી એક અનેક વાર પાકિસ્તાની ઘૂસણખોર (Pakistani infiltrator) પકડાતા હોય છે ત્યારે આજે વધુ એક વખત કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો છે.BSFએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના પાકિસ્તાની નાગરિકને બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો છે.

Kutch સરહદેથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર

કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઘૂસણખોર સુરક્ષાદળોના હાથે ઝડપાઈ ગયો છે. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર પિલર નંબર 1125 નજીકથી અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. જો કે આ પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. આ મામલે હાલ બીએસએફએ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Ayodhya : રામજન્મભૂમિ સંકુલમાં ગોળી વાગતાં SSF જવાનનું મોત, જાણો સમગ્ર મામલો

Read More

Trending Video