Botad : કુકર્મી સાધુને ભગાવો સનાતન હિન્દુ ધર્મ બચાવો’ના સુત્રોચ્ચાર સાથે ભક્તોનું ગઢડામાં વિરોધ પ્રદર્શન, ભક્તોએ આપ્યું અલ્ટીમેટમ

June 16, 2024

Botad : રાજ્યમાં સ્વામિનારણ સંપ્રદાયને (Swaminaran Sampradaya) કલંકિત કરતી ઘટનાઓ સામે આવી છે. જેના કારણે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગઢડા ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતી દ્વારા આ લંપટ સાધુઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાધુઓની આ લંપટલિલાના વિડિયો વાયરલ થતા હરિભક્તો મોટા સંખ્યામા હરીભક્તો ગઢડા મંદિર પર પહોચ્યા હતા. અને મંદિરમા લંપટ સંતો સામે બેનરો લગાવી ભારે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. આ સાથે પાખંડી સંતોને દુર કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામા આવી છે.

Sarita 1 2024 06 16T131153.361

લંપટ સાધુઓના વિરોધમાં હરીભક્તો ગઢડા મંદિર પર પહોચ્યા

સ્વામિનારાયણ સાધુના સાધુની લંપટગીરી વિરુદ્ધ હરિભક્તો હવે મેદાને આવ્યા છે. આજે સુરત,અમદાવાદ,સાવરકુંડલા બોટાદ ના હરિ ભક્તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે પહોંચ્યા હતા. અહીં હરિ ભક્તો દ્રારા અશ્વિલ વિડીયોને લઈ બેનર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પ્રાઈવેટ સંસ્થાઓ ભગાવો ગઢપુર મંદિર બચાવો, નૌતમસ્વામીને ભગાવો સંપ્રદાયનું બંધારણ બચાવો, કોઠાકો હરીજીવન અને ભાનુંપ્રસાદ સાથે ડામીસ ભગવત પ્રસાદ ચોરના તો, કુકર્મી સાધુને ભગાવો સનાતન હિન્દુ ધર્મ બચાવો. નયનાકાંડ બળાત્કારીઓ અને તેને છાવરનારાઓને સજા કરો.ના બેનરો સાથે વિરોધ નોંધવવામા આવ્યો છે.

Sarita 1 2024 06 16T131131.608

7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ

આ સાથે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિ ભક્તોએ આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રનો ટ્રસ્ટી દ્રારા સ્વીકાર કરવામા આવ્યો છે. અને ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામા આવી છે. જો કે, હરિ ભક્તોએ 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે કે, જો આવા સાધુને હટાવવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે.

ccfdcfb3 97f8 4c61 98d7 21d2e782580c

મંદિરના ટ્રસ્ટીએ સાધુઓની  હરકતને અયોગ્ય ગણાવી

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલભાઈ દ્રારા સાધુ ઓની આ હરકતને અયોગ્ય ગણાવી છે. આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએતે વાતનો સ્વીકાર કર્યો હતો. આગામી બોર્ડ મીટિંગ માં આ મુદ્દે ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.

7ff74144 0a13 404a bbbb 6de4feb78d4a

આજે વધુ એક સ્વામીની લંપટલીલા સામે આવી

વડોદરામાં ત્રણ સ્વામિ વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં રોષ છે ત્યારે આજે વધુ એક  સ્વામીની પાપલીલા સામે આવી છે. જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.આ મામલે રાજકોટની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે.  ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના નારાયણસ્વરૂપદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ધર્મસ્વરૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપસ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદગારી કરી હતી. તેમજ દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બનતા ર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી યુવતીને
બળજબરી પૂર્વક ગર્ભપાત કરાવ્યો હતો.

આ પણ વાંચો : Gir somnath: MLA વિમલ ચુડાસમાએ સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરતો પત્ર લખ્યો, જાણો સમગ્ર મામલો

Read More

Trending Video