Botad કડદા આંદોલનના વધુ 27 ખેડૂતોના જામીન મંજૂર, AAP નેતા સાગર રબારીએ આપી પ્રતિક્રિયા, જાણો કોને મળ્યા જામીન

November 27, 2025

Botad : ગુજરાતમાં થોડા દિવસ પહેલા કડદાકાંડ મામલે ખુબ મોટાપાયે બોટાદમાં બબાલ થઇ હતી. બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં જ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. અને આ 85 લોકોમાંથી પહેલા 6 લોકોના જામીન થોડા દિવસ પહેલા મંજૂર થયા હતા. અને આજે હવે આ કેસના અન્ય 27 ખેડૂતોના જામીન મંજૂર થઇ ગયા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીનું નિવેદન સામે આવ્યું છે.

બોટાદ ખેડૂત આંદોલન બાદ જેલવાસ ભોગવી રહેલા 27 ખેડૂતોના જામીન થયા મંજૂર થતા આમ આદમી પાર્ટીમાંથી પ્રતિક્રિયા સામે આવી છે. અને આ મામલે AAP એ આ ફેંસલાને વધાવ્યો છે. વધુમાં આ મામલે સાગર રબારીએ કહ્યું કે, સેશન્સ કોર્ટે 27 ખેડૂતોના જામીન કર્યા મંજૂર, ફેંસલાને વધાવીયે છીએ. બોટાદ કડદા કાંડની લડાઈમાં ખેડૂતોએ પહેલું મહત્વનું પગથિયું જીત્યું. આવનારા સમયમાં કાનૂની રાહે તમામ ખેડૂતો સફળ થશે એવી આશા. કોઈપણ રોલ વગર એક સામૂહિક સોગંદનામાના આધારે જે ખેડૂતોને આરોપી બનાવવામાં આવ્યા હતા હવે તેમનો છુટકારો થશે. ભાજપ સરકારે ખેડૂતોનો પક્ષ લેવાની જગ્યાએ કડદો કરનાર વ્યાપારીઓનો પક્ષ લીધો હતો.

આમ, કુલ 32 વ્યક્તિઓમાંથી 27 વ્યક્તિઓના કોર્ટ દ્વારા આજે શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે. અન્ય 5 વ્યક્તિઓની જામીન અરજી હાલ પેન્ડિંગ છે. બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજરોજ નીચે જણાવેલ વ્યક્તિઓના જામીન મંજૂર કરેલ છે.

(૧) કમાભાઈ લવાભાઈ મેર
(૨) રાણાભાઇ દેસાભાઇ શેખ
(૩) હરેશભાઈ ઘનશ્યામભાઈ પરમાર
(૪) રમેશભાઈ રાજાભાઈ મુંધવા
(૫) હરજીભાઈ વેલજીભાઈ ઝાપડિયા
(૬) હમીરભાઇ કરશનભાઈ સાકરીયાઆમં
(૭) ગભરૂભાઈ ઝીણાભાઈ કરપડા
(૮) અશોકભાઈ મશરૂભાઈ મેર
(૯) વિજયભાઈ વજાભાઈ ધોરીયા
(૧૦) પીન્ટુભાઇ રણછોડભાઈ ભરાડીયા
(૧૧) કાળુભાઈ દલસુખભાઈ ધરજીયા
(૧૨) એભલભાઈ જેમાભાઈ વસાણી
(૧૩) દલસુખભાઈ ધનસુખભાઈ વસાણી
(૧૪) પ્રફુલભાઈ ભલાભાઇ શેખ
(૧૫) ધનાભાઈ ત્રિકમભાઈ મેર
(૧૬) રમેશભાઈ પશવાભાઈ મેર
(૧૭) ઘનશ્યામભાઈ જગુભાઈ શેખ
(૧૮) મંછારામ ભીખુલાલ દુધરેજીયા
(૧૯) સાગરભાઇ ભનાભાઈ ધરજીયા
(૨૦) ભાવેશભાઈ નરશીભાઈ તલસાણીયા
(૨૧) અરવિંદભાઈ કરમશીભાઈ મકવાણા
(૨૨) મેહુલભાઈ ઘુઘાભાઇ શેખ
(૨૩) ઇશ્વરભાઇ જાદવભાઈ શેખ
(૨૪) જયંતીભાઈ બીજલભાઇ કટુડીયા
(૨૫) ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પરાળીયા
(૨૬) જોરુભાઈ જગાભાઈ શેખ
(૨૭) નીતિનભાઈ મઘાભાઈ શેખ

આ પણ વાંચોCongress ની જન આક્રોશ યાત્રા પહોંચી માલપુર, APMCમાં અમિત ચાવડા સામે ખેડૂતોએ ઠાલવી પોતાની વેદના

Read More

Trending Video