Bomb Threats: નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ ! વડોદરા બાદ હવે રાજકોટ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

October 5, 2024

Bomb Threats:એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રીનો (Navratri) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભયનું વાતાવરણ ઉભુ કરવામા આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા વડોદરા હરણી (Harni)ખાતે આવેલ એરપોર્ટને (Airport) ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી જે બાદ હવે રાજકોટ એરપોર્ટને પણ આવી જ ધમકી આપવામા આવી છે.

રાજકોટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા બાદ રાજકોટ એરપોર્ટને પણ ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે.જેને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી તર ધમકી ભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ પર એલર્ટ થઈ ગઈ છે જો કે,આ બંન્ને જગ્યાએ તપાસ કરતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી જેથી આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી.

 વડોદરા એરપોર્ટને ધમકી મળવા અંગે વડોદરાના પોલીસ કમિશનરનું નિવેદન

વડોદરા એરપોર્ટને ધમકી મળવા અંગે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે પુષ્ટિ કરી હતી કે દેશભરના અન્ય એરપોર્ટ પર પણ આવી જ ધમકીઓ મોકલવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીની વિનંતી પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને હવે વડોદરા પોલીસ સક્રિય રીતે મદદ કરવા સાથે કેન્દ્રીય એજન્સીઓ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પરિસરમાં ઘણા કલાકો સુધી સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ બોમ્બની ધમકી નકલી સાબિત થઈ હતી.

પોલીસે મેઈલ મોકલનાર વ્યક્તિ સામે તપાસ શરૂ કરી

ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351 (4) (અનામી સંદેશાવ્યવહાર દ્વારા ગુનાહિત ધમકી) હેઠળ હરની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે મેઈલ મોકલનાર વ્યક્તિ સામે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ !

આ પહેલીવાર નથી કે આવી ધમકી આપવામાં આવી હોય. થોડા મહિના પહેલા આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત ભારતભરના 50 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજે વડોદરા અને  રાજકોટ એરપોર્ટને ધમકી મળતા આ તહેવાર પર કોણ ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા પણ સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : ‘નવરાત્રિ નહીં, લવરાત્રિ, માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા’, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ

Read More

Trending Video