Mumbai-Howrah mail train threatened : મુંબઈથી હાવડા જતી ટ્રેનમાં બ્લાસ્ટની ધમકી (bomb threat) આપવામાં આવી હતી. જે બાદ તપાસ એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. જે બાદ મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ એક્સ-પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બોમ્બની ધમકી
બોમ્બ વિસ્ફોટની ધમકી બાદ સોમવારે સવારે 4 વાગે મુંબઈ-હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ બાદ પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આવી સ્થિતિમાં બોમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે ટ્રેનને ઉડાવી દેવાની ધમકી ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા આપવામાં આવી હતી. ધમકીમાં લખવામાં આવ્યું હતું કે, “ઓ હિન્દુસ્તાની રેલ્વે, શું તમે લોકો આજે સવારે લોહીના આંસુ પાડશો? આજે ફ્લાઈટમાં અને ટ્રેન 12809માં પણ બોમ્બ મૂકવામાં આવ્યો છે. નાશિક પહોંચતા પહેલા મોટો ધડાકો થશે.”
પહેલા આ ટ્રેનને ઉડાવી દેવાની આપી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.ગયા અઠવાડિયે પણ ઉત્તર પ્રદેશના ટુંડલા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકીને કારણે પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. આ પછી સમાચાર આવ્યા કે શંકાસ્પદ આતંકવાદીઓ ટ્રેનમાં વિસ્ફોટકો સાથે મુસાફરી કરી રહ્યા છે. આ એલર્ટ એક્સ (અગાઉ ટ્વિટર) યુઝરના એકાઉન્ટમાંથી પ્રાપ્ત થયું હતું. જો કે બાદમાં ઉંડાણપૂર્વકની તપાસ બાદ આ પણ અફવા સાબિત થઈ હતી.
આ પણ વાંચો : Canada: ‘ખાલિસ્તાની ઉગ્રવાદને ગંભીરતાથી લેવો જોઈએ’ – સાંસદ ચંદ્ર આર્ય