Boeing Starliner Landing: સ્ટારલાઈનરે સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર સફળ લેન્ડિંગ કર્યું, જાણો હવે તેઓ ક્યારે પાછા ફરશે

September 7, 2024

Boeing Starliner Landing: બોઇંગનું સ્ટારલાઇનર (Boeing Starliner) સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર આવી ગયું છે. આ અવકાશયાન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુશ વિલ્મોરને (Butch Wilmore) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ ગયું હતું, જોકે, પરત ફર્યા બાદ આ બંને અવકાશયાત્રીઓ આ અવકાશયાનમાં હાજર ન હતા.જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે આ અવકાશયાનને અવકાશયાત્રીઓ વિના જ ઉતરવું પડ્યું હતું. ન્યૂ મેક્સિકોના વ્હાઇટ સેન્ડ્સ સ્પેસ હાર્બર ખાતે 7 સપ્ટેમ્બર, શનિવારે સવારે 9:30 વાગ્યે અવકાશયાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. તેનું લેન્ડિંગ પેરાશૂટ અને એરબેગ્સની મદદથી કરવામાં આવ્યું હતું.

સ્ટારલાઇનરનું સુરક્ષિત લેન્ડિંગ

સ્ટારલાઇનર બંને અવકાશયાત્રીઓને સાથે ન લાવી હોવા છતાં, તે અવકાશમાં સફળતાપૂર્વક તેનું મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફર્યું છે. નાસાએ અવકાશયાનનું લેન્ડિંગ લાઈવ બતાવ્યું હતું. સ્ટારલાઇન 27,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતુ. ત્યારે ઉતરાણની 45 મિનિટ પહેલા, સ્ટારલાઈનરના પેરાશૂટ ખુલ્યા અને તેની ગતિ ધીમી થવા લાગી. આ પછી તેણે એરબેગ્સની મદદથી સોફ્ટ લેન્ડિંગ કર્યું. સ્ટારલાઇનર અવકાશયાનનું આ સફળ ઉતરાણ બોઇંગ અને નાસા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

બંન્ને અવકાશયાત્રીઓ ક્યારે પરત ફરશે ?

સુનિતા વિલિયમ્સ અને  બુશ વિલ્મોર સ્ટારલાઇનર અવકાશયાનમાં પાછા ફરવાના હતા, પરંતુ તકનીકી ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર રોકાવાનું નક્કી કર્યું. નાસાએ અવકાશયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટારલાઈનરને રિકોલ કર્યું. જો કે, સ્ટારલાઈનર પોતાની સાથે સ્પેસ સ્ટેશનથી ઘણા ભારે કાર્ગો લઈને આવી છે. હવે સુનિતા વિલિયમ્સને SpaceX ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા પરત લાવવામાં આવશે. નાસાએ કહ્યું કે બંને અવકાશયાત્રી ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત ફરી શકે છે.

ટેકનિકલ ખામીને કારણે અવકાશયાત્રીઓને રોકાવવું પડ્યું

બોઈંગ સ્ટારલાઈનરના આ મિશનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મે અને જૂનમાં વાહનનું પ્રથમ લોન્ચિંગ અસફળ રહ્યું હતું.રોકેટના બીજા ભાગમાં વાલ્વની સમસ્યા અને કોમ્પ્યુટરની ખામીને કારણે મિશન રદ કરવામાં આવ્યું હતું. આ સિવાય હિલિયમ લીક અને થ્રસ્ટર ફેલ થવાની સમસ્યા પણ સામે આવી. આ ટેકનિકલ ખામીઓને કારણે મિશનની સમયમર્યાદા ઘણી વખત લંબાવવી પડી હતી. આ કારણે સુનીતા વિલિયમ્સ અને તેની સાથે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આઠ દિવસનું મિશન ત્રણ મહિના સુધી લંબાયું

આ મિશન માત્ર આઠ દિવસ માટે હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેને ત્રણ મહિના સુધી લંબાવવું પડ્યું. નાસાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે મિશન દરમિયાન કોઈપણ અવકાશયાત્રીને કોઈ ખતરો નથી. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું, “જ્યાં સુધી અમે સંપૂર્ણ રીતે તૈયાર ન થઈએ ત્યાં સુધી અમે પાછા ફરીશું નહીં.”

આ પણ વાંચો : Vadodara: વધુ એક ભાજપના કોર્પોરેટરોનો દબાયેલા અવાજ ઉઠ્યો! ભૂલ સ્વીકારતા કહ્યું- અમારા લીધે લોકો પૂરમાં ડૂબ્યા, હું માફી માંગુ છું

Read More

Trending Video