ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચે પૂર્ણ થશે.

October 13, 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચે પૂર્ણ થશે.

બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની વાર્ષિક પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જેમાં ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. જ્યારે ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે.

F8TDyEkXgAAE21N

  • ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  • 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમ્યાન પરીક્ષા
  • ધો.12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે
  • ધો.10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે
  • ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના 2024ના રોજ લેવાશે

નવી શિક્ષણ નિતિ મુજબ લેવાશે પરીક્ષા

મહત્વનું છે કે, આ બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નિતિ મુજબ લેવાશે તેમ પણ જણાવવામા આવ્યું છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ જણાવવામા આવ્યું છે.

Read More

Trending Video