Board Exam Date : ગુજરાતમાં આગામી બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, ફેબ્રુઆરી અને માર્ચ 2025 માં યોજાશે પરીક્ષા

October 15, 2024

Board Exam Date : ગુજરાતમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2025ની બોર્ડની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી વર્ષ 2025 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહ, અને સામાન્ય પ્રવાહ દરેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરી 2025થી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષા યોજાશે. અને આ વખતે બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાવાની છે. આ સાથે જ ફેબ્રુઆરી-માર્ચ 2025માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષાઓનો સમગ્ર કાર્યક્રમ www.gseb.org ઉપર જોઈ શકાશે.

Read More

Trending Video