મહારાષ્ટ્ર અને વાવમાં ભાજપની જીતની છોટાઉદેપુરમાં ઉજવણી, સંખેડાના ધારાસભ્ય અને છોટાઉદેપુરના સાંસદ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા

November 23, 2024

Vav By-Election Results: ભારતીય જનતા પાર્ટીની (BJP) આગેવાની હેઠળના ગઠબંધન મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly elections) જીતી શક્યું એટલું જ નહીં, ગુજરાતમાં પણ ભાજપે મોટી જીત મેળવી છે. અહી પાર્ટીના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને આકરી હરીફાઈમાં હરાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઘણા રાઉન્ડ સુધી સતત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ મત ગણતરીના છેલ્લા કેટલાક રાઉન્ડમાં ઉલટફેર થયા અને ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે ત્યારે ભાજપની આ જીતને લઈને ગુજરાત ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓ અને નેતાઓ આ જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વાવમાં ભાજપની આ જીતની છોટાઉદેપુરમાં પણ ઉજવણી કરવામા આવી હતી. મહારાષ્ટ્રંમાં ભાજપનો વિજય તેમજ વાવ બેઠક ઉપર ભાજપ વિજેતા થતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

વાવમાં ભાજપની જીતની છોટાઉદેપુરમાં ઉજવણી

મળતી માહિતી મુજબ નસવાડી ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમ માં આવેલા ભાજપના નેતાઓ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની છે અને કોંગ્રેસ એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો પરાજય થતા ભાજપના નેતાઓ આ જલવંત વિજયને લઈને નસવાડી ખાતે એપીએમસીના ગ્રાઉન્ડમાં સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી અને બરોડા ડેરીના ઉપ પ્રમુખ જી બી સોલંકી પણ ઢબૂકતાં ઢોલે નાચગાન કર્યું હતું અને વિજય ઉત્સવ મનાવ્યો હતો જયારે ભાજપ ને વાવ બેઠક પણ ફાળે આવતા કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ બેઠક ભાજપે આંચકી લેતા વિકાસનો વિજય થયો હોવાનું સાંસદએ જણાવ્યું હતું. જશુ રાઠવાએ જણાવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં પીએમ મોદી, અમિત શાહ, અને જીપીનડ્ડાના પ્રયાસોથી ભાજપ જીત્યું છે તેવી જ રીતે ગુજરાતમાં પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં થયેલા વિકાસના કામોને લઈને ભાજપે વાવ બેઠક પર જીત મેળવી છે.

ધારાસભ્ય અભેસિંહ તડવીએ પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યકત

સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં અને વાવમાં જેમ ભાજપ જીત્યું છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કમળ ખીલવાનું છે.

કેટલા મતનો હતો તફાવત?

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ભાજપના સ્વરૂપ ઠાકોરે 2436 મતોથી હરાવ્યા હતા. જ્યારે રાજપૂતને 89693 વોટ મળ્યા હતા જ્યારે 92129 લોકોએ ઠાકોરના નામ પર વોટ કર્યા હતા. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ ત્રીજા ક્રમે હતા, જેમને કુલ 27183 મત મળ્યા હતા. આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભા બેઠક લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીતના કારણે ખાલી પડી હતી. ગેનીબેને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપ ઠાકોરને હરાવીને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં સ્વરૂપ ઠાકોરે આ બેઠક જીતીને કોંગ્રેસ પાસેથી અગાઉની હારનો બદલો લીધો હતો. વાવ બેઠક પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં પણ NOTAને 3358 મત મળ્યા અને ચોથા સ્થાને રહી.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં ભાજપની મજબૂત બહુમતી છે, પરંતુ છેલ્લી ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠક પરથી તેનો પરાજય થયો હતો. આવી સ્થિતિમાં ઠાકોરની આ જીત ભાજપ માટે ખાસ છે.

આ પણ વાંચો :  Vav By-Election Results: ચૂંટણી ટાઈમે ઉમેદવારો પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા હતા, વાવની જનતાએ તેમને પાવર બતાવી દીધો : કિર્તીસિંહ વાઘેલા

Read More

Trending Video