PM મોદીએ જે વંદે ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું તે જ ટ્રેનમાં ભાજપ કાર્યકર્તાએ યુવતી સાથે કર્યું ગેરવર્તન, યુવતીએ ભાજપ નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

August 31, 2024

Vande Bharat Train : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે ​​મેરઠ-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું  (vande bharat express train) વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેન પહેલા જ દિવસે વિવાદોમાં સપડાઈ છે. ટ્રેનની મુસાફરી દરમિયાન એક યુવતીએ ભાજપના નેતા (BJP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ પછી હોબાળો મચી ગયો છે. યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વંદે ભારત ટ્રેન શરુ થયાના પહેલા જ દિવસે થઈ ગયો કાંડ !

આજે પીએમ મોદીએ મેરઠ-લખનૌ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. મુખ્ય કાર્યક્રમ મેરઠ સિટી સ્ટેશન પર યોજાયો હતો. દરમિયાન ટ્રેનમાં ભાજપના કાર્યકર દ્વારા યુવતી સાથે ગેરવર્તુળુકનો મામલો સામે આવતા હોબાળો મચ્યો છે. ભાજપના કાર્યકર પર ગેરવર્તન અને મારપીટનો આરોપ લગાવવામા આવ્યો છે.

ભાજપ કાર્યકર્તાએ યુવતી સાથે કર્યું ગેરવર્તન

વંદે ભારત એક્સપ્રેસ મેરઠ સ્ટેશનથી નીકળી કે તરત જ બીજેપી કાર્યકર્તાઓ અને અન્ય મુસાફરો વચ્ચે ઘર્ષણ થયું. એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે ટ્રેનની કેબિનના છેલ્લા દરવાજાથી ખાવાની વસ્તુઓ લેવા જઈ રહી હતી ત્યારે ભાજપના કાર્યકરોએ તેને રોકી હતી અને કહ્યું હતું કે આ ભાજપની કેબિન છે અને તેને ત્યાંથી જવા દેવામાં આવશે નહીં.

યુવતીએ ભાજપ નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

યુવતીનું કહેવું છે કે તેને ધક્કો મારવામાં આવ્યો હતો અને તેના ભાઈને પણ થપ્પડ મારવામાં આવી હતી. યુવતીના ભાઈનો આરોપ છે કે ટ્રેનમાં હાજર પોલીસે ભાજપના કાર્યકરોનો પક્ષ લીધો અને તેની બહેન સાથે ખરાબ વર્તન કર્યું. તેમણે કહ્યું કે આ મામલે આરપીએફને ફરિયાદ કરવામાં આવશે અને એફઆઈઆર નોંધવામાં આવશે. આ યુવતી દિલ્હીની રહેવાસી હોવાનું કહેવાય છે અને તે સોશિયલ મીડિયા પ્રભાવક છે. વંદે ભારત લોન્ચનો વીડિયો બનાવવા માટે તે દિલ્હીથી તેના ભાઈ સાથે આવી હતી.

વીડિયો સામે આવતા ગરમાયું રાજકારણ

એક તરફ આજે પીએમ મોદીએ મહિલાઓની સુક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને પશ્મિમ બંગાળની સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે પીએમ મોદીએ જે ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું તે જ ટ્રેનમાં ભાજપના જ કાર્યકર્તાએ મહિલા સાથે ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ ઘટના સામે આવતા હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ વીડિયોને ટ્વિટ કરીને  ભાજપ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસે લખ્યું છે કે,  આ વીડિયો ભાજપની ચાલ, ચરિત્ર અને ચહેરાનો સાક્ષી છે.’

આ પણ  વાંચો : વિજય સુવાળા માફીને લાયક નથી,તેની સામે ગુજરાતભરમાં આંદોલન કરાશે… જાણો કોણે ઉચ્ચારી આવી ચીમકી ? શું છે સમગ્ર મામલો

Read More

Trending Video