રાજ્ય સરકાર (Government of Gujarat) દ્વારા જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) અંતર્ગત રાજ્યમાં શિક્ષકોની (Teachers) કરાર આધારિત ભરતી કરવાના સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું (Congress) ઉમેદવારોને સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રાના નામે રિવર્સ દાંડી યાત્રા (Dandi March) દાંડીથી (Dandi) સાબરમતિ આશ્રમ (Sabarmati Ashram) સુધી કાઢવામાં આવી. ભાજપ (BJP) સરકારના આ નિર્ણયથી ભાજપના જ કાર્યકર્તાઓ (BJP Workers) જેઓ TET-TAT પાસ છે તેમણે પાર્ટીના ખોટા નિર્ણયના કારણે પાર્ટી છોડી છે.
ઓડિયો ક્લિપ વાયરલ
ગાંધીનગર (Gandhinagar) ભાજપ કાર્યાલયમાંથી (Kamalam) હાલ ભાજપના કાર્યકર્તાઓને ફોન કોલ જઈ રહ્યાં છે. આ ફોન કોલ દરમિયાન ભાજપના એક પૂર્વ કાર્યકર્તાઓ સામે છેડે ફોન પર રહેલા રિપ્રેઝેન્ટેટિવને રોકડું પરખાવી દીધું હતું અને જ્ઞાન સહાયક યોજનાના નિર્ણયના કારણે તેમણે પાર્ટી છોડી દીધી અને પાર્ટી માટે ભુતકાળમાં જે કામ કર્યું તેનો અફસોસ વ્યક્ત કર્યો હતો. જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
ઓડિયો ક્લિપના અંશો
કમલમ્ રિપ્રેઝેન્ટેટિવ : તમે ભાજપના કાર્યકર છો સર
ભાજપના પૂર્વ કાર્યકર્તા : બેન કાર્યકર હતા પણ હવે નથી
કમલમ્ રિપ્રેઝેન્ટેટિવ : થેન્ક્યુ સર, તમે ફોન કટ કરી શકો છો, થેન્ક્યુ
ભાજપના પૂર્વ કાર્યકર્તા : કેમ કે જ્ઞાન સહાયકની યોજના જે આવી છે ને બેન તેના કારણે અમે ભારતના પ્રખર કાર્યકર હતા પણ હવે પ્રખર વિરોધ પણ કરવાના છીએ, કંઈ ઓફિસથી તમે બોલો છો
કમલમ્ રિપ્રેઝેન્ટેટિવ : ગાંધીનગરથી બોલીએ છીએ
ભાજપના પૂર્વ કાર્યકર્તા : બેન ગાંધીનગર તમારા કમલમ્ માં બધાને કહેજો કે આપણા કાર્યકર હતા તેમને આ રીતે તકલીફ છે અને આપણા કાર્યકરોને જ તકલીફ પડે છે. આ બાબત ધ્યાનમાં લઈ અમારી વાતને સમજે
કમલમ્ રિપ્રેઝેન્ટેટિવ : થેન્ક્યૂ સર, તમે ફોન કટ કરી શકો છો
ભાજપના પૂર્વ કાર્યકર્તા : પણ બેન ખાસ આ બાબત પર ધ્યાન દોરાવજો કે જ્ઞાન સહાયક યોજના દરેક માટે અને આપણા કાર્યકર્તાઓ માટે ઘાતક છે બરોબર છે બેન, અમને અફસોસ થાય છે કે અમે જે ભાજપ માટે કામ કર્યું હતું આજે અમારા ઉપર જ આવ્યું છે. ઠીક છે બેન.