Loksabha Election 2024 : અમરેલીના રાજુલામાં ભાજપનો ભરતી મેળો, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા ભાજપમાં

March 6, 2024

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election) નજીક આવી ગઈ છે અને હવે પક્ષ પલટાની મૌસમ ચાલી છે. અત્યારે સૌ કોઈ કોંગ્રેસ (Congress) ની ડૂબતી નાવડી છોડી અને ભાજપ (BJP) ના મોટા જહાજમાં જોડાવા નીકળ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના ટોચના નેતાઓ અંબરીશ ડેર (Ambrish Der), અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia), અને મુળુભાઈ કંડોરીયા (Mulu Kandoriya) ભાજપમાં જોડાયા હતા. જયારે આજે અમરેલી (Amreli)ના રાજુલા (Rajula)માં અંબરીશ ડેરના ભાજપ પ્રવેશ બાદ કોંગ્રેસ તૂટતી દેખાય રહી છે.

અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા અંબરીશ ડેરના પક્ષ પલટા બાદ રાજુલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરાયુ અને જેમાં મોટી સંખ્યામાં રાજુલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કૉંગ્રેસને 77 સીટ અને ભાજપને 99 સીટ મળી હતી. જોકે એ પછીની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 156 સીટ મળી હતી.2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. અગાઉ કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

સાથે જ ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા ભાજપમાં ભરતી મેળો શરુ થયો છે અને સૌ કોઈ ગાડરિયા પ્રવાહની જેમ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે જે નેતાઓ ભાજપને ગાળો ભાંડતા એ અત્યારે ભાજપના વખાણ કરતા થાકતા નથી. એટલે કઈ મજબૂરીએ કે લાલચે નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે તે જોવાનું રહ્યું.

Read More

Trending Video