BJP Protest : ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ એકબીજા પર પ્રહારો કરવાથી પાછા પડતા નથી. આવું જ કંઇક અત્યારે રાહુલ ગાંધી મામલે થઇ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં OBC અનામત મામલે નિવેદન આપ્યું અને ભારતમાં તો જાણે એ સળગતો મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ રાહુલ ગાંધી પર ભાજપ પ્રહાર કરતા ચૂક્યું નથી. અને ઘણી જગ્યાએ આ મામલે વિરોધ કરી આવેદન પત્રો પાઠવવામાં આવે છે.આજે તો હદ જ થઇ ગઈ અમદાવાદ ભાજપની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ મામલે કાળી પટ્ટી લગાવી ધરણા પર બેસી ગયા.
અમદવાદમાં આજે ભાજપ દ્વારા કાળી પેટ્ટી લગાવી રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના દિગ્ગજ નેતાઓ સહીત રાજ્યના મુખ્યમંત્રી પણ આ પ્રદર્શનમાં કાળી પેટ્ટી બાંધી રેલીમાં જોડાઈ ગયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલી વખત કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ રેલી અને વિરોધ પ્રદર્શન દરમિયાન બધા ભાજપના નેતાઓ દ્વારા “હાય રે રાહુલ ગાંધી હાય હાય”ના નારા લાગ્યા હતા.
ભાજપ દાહોદ મામલે ચૂપ અને રાહુલ ગાંધીના વિરોધમાં આગળ
દાહોદમાં બનેલી ઘટના મામલે હજુ સુધી એક પણ ભાજપ નેતાનું નિવેદન આવ્યું નથી. પરંતુ નિવેદન તો ખુબ દૂરની વાત છે મુખ્યમંત્રી તરીકે તેમણે આ મામલે કંઈ જ પ્રતિક્રિયા આપી નથી. તો શું રાજ્યના મુખ્યમંત્રી તરીકે તમારી કંઈ ફરજ નથી. રાજ્યની શાળામાં આ પ્રકારની ઘટના બને અને શિક્ષણમંત્રી એ એક પણ વખત આગળ આવી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તો આ બધાએ ખરેખર શરમ તો નેવે મૂકી જ દીધી છે. ત્યારે આ શરમ વગરની સરકારને એ ખબર નથી કે તે એક દીકરી માટે તો આગળ આવી નથી શકતા અને મોટી મોટી ડંફાસો મારે છે.
અમેરિકામાં ઓબીસી અનામત મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી આરક્ષણ ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ અમે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે આરક્ષણ એ એકમાત્ર સાધન નથી. અન્ય માધ્યમો પણ છે.”
આ પણ વાંચો : Karnataka CM FIR : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR, MUDA કેસમાં લોકાયુક્ત પોલીસે કાર્યવાહી કરી