ભાજપવાળાઓને ચૂંટણીના ચાર મહિના પહેલા જ રોડ બનાવવાનું યાદ આવે છે : Isudan Gadhvi

September 16, 2025

Isudan Gadhvi AAP News: આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અમરેલીના વાડીયા ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે વાડીયાથી ગોંડલ જતા રોડની કથડેલી સ્થિતિ બતાવી હતી. ભાજપના ભ્રષ્ટાચારને કારણે રોડ પર પડેલા એક એક ફુટના ખાડાઓ બતાવતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગોંડલથી રાજકોટને જોડતા રોડ પર આવા અનેક ખાડાઓ પડેલા છે. આ રોડ ઉપરથી રોજ અનેક વાહનો પસાર થાય છે. આસપાસના ગામમાં રહેતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. રોડ પરથી વાહન લઈને પસાર થતા વાહનચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ ભાજપવાળાઓને ચૂંટણીના ચાર મહિના પહેલા જ રોડ બનાવવાનું યાદ આવે છે. ભાજપવાળાઓ નક્કી કર્યું છે કે ચૂંટણીના ચાર મહિના બાકી રહે એટલે ખેડૂતોને તેમની સમસ્યાનું પુછવાનું એટલે તેઓ રોડ રસ્તાની તકલીફનું કહે એટલે રસ્તો બનાવી નાંખવાનો જેથી કરીને ગ્રામજનો બાળકો માટે સ્કૂલ, શિક્ષકોનો અભાવ, હોસ્પિટલનો અભાવ, પાક ભાવ નહીં મળવા જેવા મુદ્દાઓ ભૂલી જાય. આ બધા મુદ્દાઓ લોકો ભૂલી જાય એટલા માટે ભાજપે ષડયંત્ર રચ્યું છે.

વિડીયોના માધ્યમથી પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વડીયા ગામમાં એક સભા કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે હું વડાપ્રધાન અહીંયા આવશે તો રસ્તો બની જશે બાકી આ રસ્તો બની શકે એમ નથી એટલે હું પ્રધાનમંત્રીને ગામમાં સભા કરવા આવવા માટે કહું છં. મુખ્યમંત્રી પાસે હેલિકોપ્ટર છે એ નીચે ચાલતા નથી છે એટલે તેમને ખબર નથી. પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય હોવા જોઈએ. અમરેલીના પૂર્વ સાંસદે પણ કહ્યું હતું કે રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થાય છે એટલે કે ભાજપના નેતાઓ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારે છે. વરસાદ પડે છે ત્યારે આ રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયેલા રહે છે. ભાજપવાળા એવું કહે છે કે ટેન્ડર ભરાતા નથી. ભાજપવાળા પોતે જ 40% કમિશન માંગે છે એટલે ટેન્ડર ભરાતા નથી. કયો કોન્ટ્રાક્ટર 40% કમિશન આપી શકવાનો છે? દરેક જિલ્લામાં 200 રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડર ભરતા નથી. ઈસુદાન ગઢવીએ બે મહિનામાં રોડ બનાવવાની માંગણી કરતા કહ્યું હતું કે, જો આગામી બે મહિનામાં આ રસ્તો બનાવવામાં નહિ આવે તો જરૂર પડે અમે યાત્રાઓ કાઢીશું, ભાજપના નેતાઓની ઘેરાબંધી કરીશું અને આ રસ્તા ઉપરથી કોઈ પણ ભાજપના નેતાની ગાડી પસાર થવા દઈશું નહીં અને તમામ અધિકારીઓને ઓફિસમાં પૂરીને તાળાબંધી કરીશું. તુરંત આ રસ્તાનો સમારકામ કરવામાં આવે એવી અમારી માંગણી છે

આ પણ વાંચો: CASA: કાશ્મીરમાં 27 લોકોના મોતથી કોઈ વાંધો નથી, ગાઝાના સમર્થનમાં પોતાનો જન્મદિવસ ન ઉજવે M Lilavati

Read More

Trending Video