બીજેપી સાંસદ Kangana Ranaut ની પોસ્ટ પર હંગામો, કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ

October 3, 2024

Kangana Ranaut controversial post :અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રનૌત (Kangana Ranaut) તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.આ દરમિયાન બુધવારે તેણે સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વિશે પોસ્ટ કરીને નવો વિવાદ સર્જ્યો હતો. અગાઉ, તેણીએ ખેડૂતોના આંદોલન અને પાછલા કૃષિ કાયદાઓ અંગેની ટિપ્પણીઓ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો જે બાદ તેને માફી પણ માંગવી પડી હતી ત્યારે કંગનાએ ફરી એક વાર પોસ્ટ કરીને વિવાદ સર્જો છે.

કંગનાએ શું કહ્યું?

આ વખતે કંગના રનૌતે લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 120મી જન્મજયંતિ પર એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી. કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘તે દેશના પિતા નથી, તે દેશના પુત્ર છે. ધન્ય છે આ ભારત પુત્રને. અન્ય પોસ્ટમાં, અભિનેત્રીએ દેશમાં સ્વચ્છતા અંગે ગાંધીજીના વારસાને આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો.કંગનાની આ પોસ્ટ પર ભારે હોબાળો મચ્યો છે. આ પોસ્ટને લઈને કોંગ્રેસ હવે કંગના અને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસ સહિત તેમના જ પક્ષના કેટલાક નેતાઓ પણ તેમને સલાહ આપવા લાગ્યા. તેમણે દાવો કર્યો કે કંગનાની પોસ્ટથી લાગ્યું કે તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કદને ઓછો આંકી રહી છે.

BJP MP Kangana Ranaut made controversial post

કંગના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની કરી માંગ

ભાજપ સાંસદ કંગનાની આ પોસ્ટ પર કોંગ્રેસ નેતા રાજ કુમાર વર્માએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે કંગના વારંવાર દેશ વિરોધી વાતો કહી રહી છે. તેમની સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ. ભાજપ કંઈ કરી રહ્યું નથી. એક તરફ પીએમ ગાંધીજીને ફૂલ અર્પણ કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના સાંસદો આવી વાતો કરી રહ્યા છે.

બીજેપી નેતાએ જ કંગનાની પોસ્ટને ખોટી ગણાવી

પંજાબ ભાજપના નેતા હરજીત ગ્રેવાલે પણ કંગનાની પોસ્ટને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું છે કે, કંગના રનૌત દ્વારા ગાંધી વિશે આપવામાં આવેલ નિવેદન શરમજનક છે. તે ગાંધીને પસંદ નહોતી કરતી પણ લાલ બહાદુર શાસ્ત્રીને પસંદ કરે છે. તે ગાંધીજીનું અપમાન કેવી રીતે કરી શકે? ગાંધીજી વિના ભારતને આઝાદી કેવી રીતે મળી હોત? કંગનાના મંતવ્યો ગોડસેના મંતવ્યો છે.

કંગના આ પહેલા પણ સર્જી ચુકી છે વિવાદ

આ પહેલા પણ કંગના રનૌત ઘણી વખત પોતાના શબ્દોથી વિવાદો સર્જી ચુકી છે. અગાઉ ખેડૂતોના આંદોલન અંગે તેમણે કહ્યું હતું કે આના દ્વારા ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાની તૈયારી છે. જો આપણું ટોચનું નેતૃત્વ મજબૂત નહીં હોય તો અહીં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાતા વધુ સમય લાગશે નહીં. ભાજપે કંગનાના આ નિવેદનોથી પોતાને દૂર રાખ્યા હતા અને તેને પાર્ટીનું સત્તાવાર નિવેદન કહેવાને બદલે તેને કંગનાનું અંગત નિવેદન ગણાવ્યું હતું.

આ પણ વાંચો : Jamnagar: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ! જામનગરના એસ ટી બસ સ્ટેશનમાંથી મળી દારુની ખાલી બોટલો

Read More

Trending Video