Gujarat rape case : ગુજરાતમાં (Gujarat ) એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ (rape case) સામે આવી રહી છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. દુષ્કર્મીઓને હવે પોલીસની બીક નથી રહી તેવું આ ઘટનાઓ બાદ અનેક લોકો કહી રહ્યા છે પરંતુ હવે તો ભાજપના જ ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં આરોપીઓને પોલીસની ધાક નથી રહી ત્યારે ભાજપના આ ધારાસભ્યનું આ નિવેદન ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓ મામલે ભાજપના ધારાસભ્યનું મોટુ નિવેદન
વડોદરામાં નવરાત્રીના બીજા જ દિવસે સંસ્કારી નગરીને કલંકિત કરનારી બની હતી. રાત્રે તેના મિત્ર સાથે એકાંતમાં બેઠેલી સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતા ચકચાર મચી ગઈ હતી આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના સામે આવતા લોકો પોલીસ પર સવાલો ઉઠાવી રહ્યા હતા કે, મોડી રાત સુધી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ગરબા રમવાની છુટ આપી દીધી હતી પરંતુ પોલીસ દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યુ હતુ. આ મામલે પોલીસે 48 કલાકમાં આરોપીઓને ઝડપીને તેમની બરાબરની સરભરા પણ કરી હતી જોકે, રાત્રે પોલીસ પ્રેટ્રોલિુંગને લઈને સવાલ હજુ પણ ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ સુરત, કચ્છ તેમજ ફરી એક વાર આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓ પર મોટુ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સ્વાકાર્યું છે કે, અપરાધીઓમાં હવે પોલીસની ધાક રહી નથી આ સાથે તેમણે આવા આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.
ભાજપ ધારાસભ્યએ જાહેરમાં સ્વીકાર્યું અપરાધીઓમાં પોલીસની ધાક નથી !
એક ગરબા કાર્યક્રમમાં વડોદરાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું છે કે, “આ ઘટનાઓ બહુ દુઃખદ છે અને ગુજરાત માટે તો અત્યંત દુઃખદ છે. આવી બધી જ ઘટનાઓમાં પરપ્રાંતિયો પકડાયા છે. મારા અંગત વિચારોમાં આવા લોકોને એન્કાઉન્ટર કરવા માટે પોલીસને છૂટ આપવી જોઇએ.વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસની ધાક હોવી જોઇએ. અત્યારે જે રીતે બનાવો બની રહ્યા છે તેમાં એવું પ્રસ્થાપિત થઇ રહ્યું છે કે, પોલીસની કોઈ બીક રહી નથી.
વડોદરાની ઘટના મામલે પોલીસની કરી સરાહના
વધુમાં તેમણે વડોદરાની ઘટનામાં પોલીસની કામગીરીની સરાહના કરતા કહ્યુ કે, પોલીસે તમામ કેસોમાં સુંદર કામગીરી કરી છે. બનાવના 48 કલાકમાં જ વડોદરાની ઘટનાના આરોપીઓની પકડી પાડ્યા છે.
આરોપીઓના એકાઉન્ટર કરવાની કરી માંગ
સુરતની ઘટનામાં ભાગતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં એક આરોપીનું ગભરામણથી હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે.મને લાગે છે કે તેનું કર્મ તેને મૃત્યુ તરફ લઈ ગયું છે. પરંતુ આવાનું એનકાઉન્ટર કરતાં પણ ખચકાવું ન જોઈએ અને આપણે સૌએ પોલીસની પડખે ઊભા રહેવું જોઈએ,તમામે પોલીસની પડખે રહેવું જોઇએ. કોઇ વાદ-વિવાદ ન હોવો જોઇએ,દીકરી પર કોઇ આવુ કૃત્ય કરશે તો તેને સાખી લેવામાં આવશે નહી.
મહત્વનું છે કે,ભાજપની સરકાર મહિલાઓને સુરક્ષા આપવામા નિષ્ફળ ગઈ છે તે અત્યારે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે સાબિત કરે છે. ત્યારે આ ધારાસભ્ય પોતે સ્વીકારી રહ્યા છે કે, અત્યારે અપરાધીઓમાં પોલીસની ધાક નથી રહી. ભાજપના ધારાસભ્ય પોતે આવા અપરાધીઓ સામે કડક કાર્યવાહી પોલીસ કરે તેવી માંગ કરી રહ્યા છે. આવા કૃત્યો કરનારા આરોપીઓને દાખલારુપ સજા કરવામાં આવે તે ખુબ જરુરી બની છે.