Forest Beat Guard : ભાજપના ધારાસભ્યોએ વન અને પર્યાવરણ મંત્રીને લખ્યો પત્ર, ઉમેદવારી માંગ સ્વીકારવા કરી વિનંતી

August 5, 2024

Forest Beat Guard :  ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આજે પણ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાનમાં ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે હવે ભાજપના જ ધારાસભ્યો ફોરેસ્ટ ઉમેદવારોના વ્હારે આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખીને ઉમેદવારીની માંગને સ્વીકારમાં માટે ભલામણ કરી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યોએ વન અને પર્યાવરણ મંત્રીને લખ્યો પત્ર

પ્રાપ્ત જાણકારી મુજબ મહુધાના ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ બીટ ગાર્ડની ભરતીમાં જગ્યામાં વધારો કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે તે વ્યાજબી હોવાથી તેમની માંગને સ્વીકારવા માટે ભલામણ કરી છે.

Forest Beat Guard : ભાજપના ધારાસભ્યો

ઉમેદવારોની શું છે માંગ ?

તમને જણાવી દઈએ કે, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામોમાં માત્ર સિલેક્ટેડ ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયું છે.ઉમેદવારોએ પરીક્ષામાં મેળવેલા માર્કસ જાહેર થયા નથી. જેથી ઉમેદવારોની માંગ છે કે, નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્ક્સવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. આ સાથે CBRT પરીક્ષા પદ્ધતીના કારણે પરીક્ષામાં અનેક મોટા છબરડા થયા છે જેથી ઉમેદવારો CBRT પરીક્ષા પદ્ધતી રદ કરવા અને ભરતીની જગ્યામાં વધારો કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, જો બધી પરીક્ષાઓમાં રિઝલ્ટમાં માર્ક બતાવવામાં આવતા હોય તો ગૌણ સેવાને શું વાંધો છે. તેઓ કેમ માર્ક જાહેર નથી કરતા ?

Forest Beat Guard : ભાજપના ધારાસભ્યો

શું ભાજપના ધારાસભ્યોની ભલામણને ધ્યાનમાં લેવાશે ?

મહત્વનું છે કે, ફોરેસ્ટના ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી CBRT પરીક્ષા પદ્ધતી રદ કરવા અને ભરતીની જગ્યામાં વધારો કરવા મામલે વિરોધ કરી રહ્યા છે પરંતુ ભાજપ સરકારના એક પણ નેતાએ આ ઉમેદવારોની સમસ્યા મુદ્દે અત્યાર સુધી અવાજ ઉઠાવ્યો ન હતો. પરંતુ હવે ભાજપના સરકારના બે ધારાસભ્યોએ પોતાની જ સરકારના મંત્રીને પત્ર લખીને ફોરેસ્ટ ઉમેદવારોની સમસ્યાઓ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે શું હવે ભાજપના ધારાસભ્યોની આ ભલામણને તંત્ર ધ્યાને લે છે કે, પછી પોતાનું ધાર્યું કરે છે તે જોવું રહ્યું…

Read More

Trending Video