ભાજપના રાજમાં ભાજપના નેતા Bhushan Bhatt ને ધમકી મળી, જાણો શું છે મામલો

October 7, 2023

ભાજપમાં કાયદો વ્યવસ્થા સુદૃઢ હોવાની વાતો ભલે કરવામાં આવતી હોય પરંતુ આ સુરક્ષિત ગુજરાતમાં ભાજપના નેતાને જ ધમકી મળી છે. ભાજપના કાર્યકર્તા રાકેશ મહેતાની હત્યા કરનારા મોન્ટુ નામદારના ભાઈ ફોન્ટીસ નામદારે ભાજપના નેતા અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના ઘરે જઈ ધમકી આપી છે.

તમે ડિબેટોમાં બહુ બોલો છો

ગઈકાલે સાંજે મોન્ટુ નામદારના ભાઈ ફોન્ટીસ નામદારે નશાની હાલતમાં ભાજપના નેતા Bhushan Bhatt ના ઘરે જઈને તેને ધમકી આપી છે. જોકે આ મામલે હજુ સુધી પોલીસને જાણ કરવામાં આવી નથી. ભાજપના કાર્યકરના રાકેશ મહેતાની હત્યા કરનારો મોન્ટુ નામદાર જેલમાંથી પેરોલ પર છુટ્યા પછી ઝડપાતો નથી અને થોડા દિવસ પહેલા મોન્ટુ નામદાર ખાડિયામાં દેખાયો હતો અને જે અંગે ભાજપના નેતાએ મીડિયામાં આપેલા તેના નિવેદન પર તેમને આ ધમકી મળે છે.

Fontis Namdar Brother of Montu Namdar threatened BJP leader Bhushan Bhatt
Fontis Namdar Brother of Montu Namdar threatened BJP leader Bhushan Bhat

આ સિવાય સોશિયલ મીડિયા પર પણ મોન્ટુ નામદારે ભાજપના નેતા ભૂષણ ભટ્ટને ધમકી આપતી પોસ્ટ શેર કરી હતી. મોન્ટુ નામદારે સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, અત્યારે તમે મોન્ટુ નામદાર વિરૂદ્ધ જે મીડિયામાં નિવેદન આપો છો ગુનેગારોને પકડવા જોવે તેવી આગાહી કરો છો પણ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર સમયે તમે મોન્ટુ નામદારની જીપનો ઉપયોગ કર્યો. તે સમયે મોન્ટુ નામદાર જેલમાં હતો.

Fontis Namdar Brother of Montu Namdar threatened BJP leader Bhushan Bhatt
Fontis Namdar Brother of Montu Namdar threatened BJP leader Bhushan Bhatt

નિર્ભય સવાલ

મોન્ટુ નામદાર પેરોલ પર છૂટ્યા પછી કેમ પોલીસ પકડાતો નથી? ગુજરાતમાં ભાજપના રાજમાં જ ભાજપના નેતાઓને ધમકી મળી રહી છે તો સામાન્ય લોકોની શું થતું હશે?

Read More