ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો પણ કડદો કરે છે: Sagar Rabari

November 23, 2025

Sagar Rabari AAP: આદિવાસી વિસ્તારોમાં લોકોના અધિકાર-ન્યાય સહિત ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના ગુણસદા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકપ્રિય આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી Sagar Rabari, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, દક્ષિણ ઝોન પ્રભારી રામ ધડુક, સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા, રુસ્તમ ગામીત, કેતન પટેલ, મહેન્દ્ર ગામીત, સાયના ગામીત , ઉવેશ મુલતાની, દિનેશ પટેલ, કુંજન પટેલ, સ્નેહલ વસાવા, જિમ્મી પટેલ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સહિત તમામ સમાજના ખેડૂતો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભા અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામડાઓમાંથી રેલી પણ કાઢી હતી અને ઠેર ઠેર લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું હતું અને રેલીમાં તથા કિસાન મહાપંચાયતમાં લોકોએ દિલ ખોલીને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. જે રીતે લોકો આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને વિધાનસભાની 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે.

ડેડીયાપાડાના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ કિસાન મહાપંચાયતમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે આ દેશ કૃષિપ્રધાન દેશ છે અને આ દેશ ખેડૂતોનો દેશ છે, આ દેશ કોઈ ભાજપના નેતાઓનો દેશ નથી. ખેડૂતો દિવસ રાત મહેનત કરીને, દેવું કરીને, જોખમ ઉઠાવીને જ્યારે પોતાનો પાક ઉગાડે છે અને બજારમાં લઈ જાય છે ત્યારે બજારમાં એ પાકનો ભાવ નક્કી કરવાનો અધિકાર પણ ખેડૂતો પાસે હોતો નથી. માટે હું ઉદ્યોગપતિઓની સરકારને કહેવા માગું છું કે 2027ની ચૂંટણીમાં જગતના તાત એવા ખેડૂતો ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દેશે. સંસદમાં આંકડા આપવામાં આવ્યા હતા કે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે ખેડૂતોના બે-બે લાખની લોનની વાત આવે તો ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવે, ખેડૂતોના મકાન જપ્ત કરવામાં આવે છે ત્યારે આપણે તમામ લોકોએ સમજી જવું જોઈએ કે આ આપણા લોકોની સરકાર નથી પરંતુ આ અદાણી અંબાણીની સરકાર છે. આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ, આદિવાસી સમાજના આગેવાન જયપાલસિંહ મુંડાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા પ્રબન્ધન પ્રમાણે ચાલવો જોઈએ. પરંતુ 30 વર્ષના ભાજપના શાસનમાં આદિવાસીઓને આપવામાં આવેલા સંવિધાનિક અધિકારોનો અમલ થયો નથી. ગુજરાતમાં અનુસૂચિ પાંચ આજ દિન સુધી લાગુ કરવામાં આવી નથી. જો આવનારા દિવસોમાં ભાજપની સરકાર અંબાજીથી ઉમરગામ સુધી અનુસૂચિ પાંચ લાગુ નહીં કરે તો એનો બદલો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં લેવામાં આવશે.

1972 માં ઉકાઈ જળાશય બનાવવામાં આવ્યો તો તેના કારણે આપણા ગામડાને ગામડા ખાલી કરી દેવામાં આવ્યા અને એના માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા. જેના કારણે આપણા લોકો પોતાના ગામ, પોતાની જમીન, પોતાની પ્રકૃતિ અને પોતાની સંસ્કૃતિથી છિન્ન ભિન્ન થઈ ગયા. આજે એ વિસ્તારમાંથી હું રેલી સ્વરૂપે તમામ લોકોને મળતો મળતો આવ્યો તો મેં જોયું કે મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાહન કર્યું કે હવે રડવાની કે જિંદાબાદ મુર્દાબાદ કરવાની જરૂરત નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય આવ્યો છે. સોનગઢમાં સરકારે વેદાંત કંપની સાથે 10,000 કરોડના એમઓયુ કર્યા ત્યારે હું ધારાસભ્ય ન હતો તેમ છતાં પણ એ લડતમાં જોડાયો હતો, એ દરમિયાન આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા. ભલે યુવાનોએ જેલમાં જવું પડ્યું પરંતુ લડત આગળ વધી અને આખરે એમઓયુ રદ કરવા પડ્યા. આ વિસ્તારમાં બહારના લોકો નોકરી કરવા આવે છે તો બે મહિનામાં પરમેનેન્ટ થઈ જાય છે અને આ વિસ્તારના સ્થાનિક લોકોને 10-10 વર્ષ સુધી પર્મનેન્ટ કરવામાં આવતા નથી. તો આવનારા સમયમાં આ કંપની સામે પણ આપણે જઈશું અને જરૂરત પડી તો એને પણ તાળા લગાવી દઈશું. થર્મલ પાવરમાં પણ આદિવાસી લોકોની નોકરી આપવાની બાંયધરી આપવામાં આવી હતી પરંતુ આજે થર્મલ પાવરમાં આદિવાસી લોકોની નોકરીઓ આપવામાં આવતી નથી અને બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે તો અમે અહીંયાથી ચેતવણી આપવા માંગીએ છીએ કે સ્થાનિક લોકોને થર્મલ પાવરમાં નોકરી આપવામાં નહીં આવે તો થર્મલ પાવર બંધ કરવા માટે પણ તૈયાર થઈ જાવ.

તાપી જિલ્લાના વ્યારા ખાતે માત્ર એક સુગર મીલ હતી ત્યાં આપણા ખેડૂતો એસ સુગર મીલમાં શેરડી નાખવા ગયા અને એ પ્રમુખોએ, ડિરેક્ટરોએ અને ભાજપના માણસોએ ખેડૂતોના બધા પૈસા ખાઈ ગયા અને એ ખેડૂતોને એક પણ રૂપિયા મળ્યો નહીં અને એ સુગર ભાજપના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડીને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી. મહારાષ્ટ્રના માણસને એને ભાજપના નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે સુગર વ્યારામાં છે અને વ્યારા અમારો વિસ્તાર છે તો જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુગર મીલમાં કોઈને પૂછવા નહીં દઈએ. વ્યારામાં ફક્ત એક જ હોસ્પિટલ હતી અને સરકારે પીપીપી મોડલ હેઠળ એને પણ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા. આપણે તમામ લોકોએ ખૂબ જ વિરોધ કર્યો. એ હોસ્પિટલ પછી ટોરેન્ટોને આપી દીધી તો આમ આદમી પાર્ટી આ મુદ્દે પણ લડત લડવાની છે. આ વાતો એટલા માટે કરવી પડે છે કારણ કે આપણે સતત દેશના વિકાસ માટે યોગદાન આપી રહ્યા છીએ પરંતુ આપણો વિકાસ થઈ રહ્યો નથી. માટે હવે યુવાનોએ જાગવું પડશે અને વડીલો આગળ આવવું પડશે અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીના બેનર નીચે આવવું પડશે અને અમારા જેવા આગેવાનોના સમર્થનમાં આવવું પડશે તમારે રાજનીતિમાં આવવું પડશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી ચૂંટણી લડવી પડશે આપણે તમામ લોકો સાથે મળીને ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દઈશું.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી આપણે ગુજરાતમાં ભાજપના શાસનનો સામનો કરી રહ્યા છીએ ભાજપ એ વર્ષોથી ખેડૂતો વિરોધી ગામડાઓ વિરોધી ખેતી વિરોધી, આદિવાસી વિરોધી, વંચિતો અને શોષીતો વિરોધી પાર્ટી રહી છે. આજથી પાંચ-દસ વર્ષ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ખાસ અસ્તિત્વ ન હતું પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. સત્તામાં બેસેલી ભાજપે ગુજરાતમાં લોકોને લૂંટવા સિવાય કોઈ કામ કર્યું નથી એટલા માટે આજે નાની એવી આમ આદમી પાર્ટી એક ઉમ્મીદની કિરણ બનીને ઉભરી છે અને લોકો આમ આદમી પાર્ટીને ખુબ જ સમર્થન અને પ્રેમ આપી રહ્યા છે. ભાજપે આપણને આપણા અધિકારોથી દૂર રાખવાનો કામ કર્યું, આપણા બાળકોને શિક્ષણથી દૂર રાખવાનું કામ કર્યું. માટે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂરત પેદા થઈ હતી.

ત્યારબાદ વધુમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, બોટાદથી કડદા પ્રથા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની શરૂઆત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ તેનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ સમગ્ર ગુજરાતના ખેડૂતો આ આંદોલન સાથે જોડાયા હતા. ગુજરાતના તમામ ખેડૂતો, ભાગ્યાઓ અને ખેત મજૂરો એકસાથે ઉભા થયા છે કારણ કે આજે સાથે ઉભા થવાની એક સમયની જરૂરિયાત છે. ગુજરાતમાં યુવાનોની પાર્ટી એવી આમ આદમી પાર્ટી આજે ગુજરાત માટે આશાનું એક કિરણ છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની દબાવવાની કોશિશ થઈ રહી છે. ચૈતરભાઈ વસાવા આપણા માટે, આપણા વિસ્તાર માટે અને આપણા અધિકારો માટે બોલે છે અને મજબૂત રીતે અવાજ ઉઠાવે છે એના કારણે ભાજપના લોકો ચૈતર વસાવાને પસંદ કરતા નથી. બે-બે વાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાં જઈને આવ્યા છે છતાં પણ મજબૂતીથી ભાજપની સામે ઊભા છે માટે આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતના તમામ લોકોને ચૈતરભાઇ વસાવા પર પૂરેપૂરો ભરોસો કરે છે. ભાજપની સામે કોઈ બોલે એ ભાજપને પસંદ નથી. અત્યાર સુધી ભાજપ મરઘા દારૂ વેચીને ચૂંટણી જીતુ હતુ પરંતુ જ્યારથી ભાજપની સામે ગુજરાતમાં નવું નેતૃત્વ ઊભું થયું છે ત્યારથી ભાજપને પરસેવો છૂટી રહ્યો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકાર વારંવાર ખોટું કરવા છતાં વારંવાર ચૂંટણી કેમ જીતી જાય છે એ વિચારવાનો વિષય છે. અંગ્રેજો સામે સૌથી પહેલી લડાઈ ગુજરાતના ભીલ સમાજે લડી હતી. ત્યારબાદ પણ જ્યારે જ્યારે અંગ્રેજો સામે લડાઈ થઈ ત્યારે આદિવાસી સમાજે ખૂબ મોટો ભાગ ભજવ્યો અને જેલોમાં પણ ગયા અને મોટા મોટા બલિદાનો પણ આપ્યા. અંગ્રેજોને ઉખાડવા માટે દેશનો એક એક સમાજ લડ્યો હતો અને અનેક લોકો ફાંસીએ ચઢ્યા. હજારો લોકોએ પોતાના જીવોના બલિદાન આપ્યા અને લાખો લોકોએ પોતાના શરીરના હાડકા ભગાવ્યા, ત્યારે જઈને આપણને આઝાદી મળી અને ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળ્યો અને એ લોકોના આજના વંશજો જ્યારે મત આપવા માટે જાય છે તો એ લોકો મત સાથે શું કરે છે? આઝાદી બાદ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ લોકો પોતાના મતની કિંમત ભૂલતા ગયા. આજે મતની કિંમત એક મુરઘો, એક પોટલી, ક્યાંક ભજીયા, ક્યાંક ગાંઠીયા અને ક્યાંક થોડાક રૂપિયા જેટલી થઈ ગઈ છે. જ્યારથી આ થવાનું શરૂ થયું છે ત્યાંથી લોકશાહીની પનોતી બેસી છે.

AAP નેતા Sagar Rabariએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો પણ કરદો કરે છે, યુવાનોના રોજગારનો કડદો કરે છે, અને ભાજપ એટલે કડદો. ભાજપના લોકો આપણા લોકશાહીના અધિકારોનો કડદો કરી રહ્યા છે, આજે કોઈપણ વ્યક્તિને ખોટા કેસમાં ગમે ત્યાં ગમે તે રીતે ફસાવી દેવામાં આવે છે, “તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ” “ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ” આ ભાજપનું નવું સૂત્ર છે. સવાલ એ થાય છે કે આપણે શા માટે આમ આદમી પાર્ટીમાં છીએ તો એનો જવાબ સ્પષ્ટ છે કે આપણને ભાજપનો કડદો મંજૂર નથી, લોકશાહીનો જે કડદો થઈ રહ્યો છે એ આપણને મંજૂર નથી, એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં છીએ. ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલીયા લડાઈનું અને સંઘર્ષનું પ્રતીક છે. જો એમને સંઘર્ષ ન કર્યો હોત તો એમને સાંભળવા માટે આપણે અહીંયા આવ્યા ન હોત. આપણે જેલ જવા માટે તૈયાર છીએ અને ખોટા કેસોમાં ફસાઈ જવા માટે પણ તૈયાર છીએ માટે આપણે અહીંયા બેઠા છીએ. લોકશાહીના મતની કિંમત અને ભાજપે કરેલા કડદાની યાદી આપણે ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવી પડશે. જ્યાં સુધી ભાજપના કડદાઓ લોકો નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં થાય. હવે આપણે ભૂમિકા છે કે ભાજપના દરેક કડદાને ઘરે ઘરે પહોંચાડીએ.

આ પણ વાંચો: એક તરફ BLO પર કામનું ભારણ છે, શિક્ષકો આત્મહત્યા કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ ગરબા કરી રહ્યા છે: Dr. Karan Barot

Read More

Trending Video