Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરુઆત પણ કરી દીધી છે જેમાં ભાજપે વલસાડ અને બોટાદ અરવલ્લી, સુરત, ડાંગ, ભરૂચ અને નર્મદા બાદ હવે પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પોરબંદર જીલ્લાની 2 નગરપાલિકા સહિત 1 તાલુકા પંચાયતની જગ્યા માટેના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે કૂલ 6 વોર્ડ અને રાણાવાવમાં 7 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે રાણાવાવની સમગઢ સીટની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપે મહિલા ઉમેદવારને ઉભા રાખ્યા છે.
પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની જગ્યા માટે કોને મેદાને ઉતારવામાં આવ્યા ?


