BJP Gujarat: હાલમાં ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે ઉતરાયણ પહેલાં ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થાય તેમ કહેવામા આવી રહ્યુ હતુ પરંતુ હજુ સુધી શહેર-જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ નથી. તેવામા હવે પક્ષના વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ પહેલાં ભાજપનું મોવડી મંડળ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરી દેશે.ભાજપ ઘણીવાર આશ્ચર્ય સર્જવાની આદત ધરાવે છે ત્યારે આમ થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યુ છે.
જિલ્લા અને શહેર પ્રમુખો પહેલાં પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરાશે ?
મળતી માહિતી મુજબ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને પેનલોની યાદી લઈને ભાજપ પ્રદેશ નીરીક્ષકો દિલ્હી પહોંચ્યાં હતા.પરંતુ દિલ્હીથી હાલ કોઈ લીલી ઝંડી મળી નથી તેથી હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા કરવામાં આવશે. મહત્વનું છે કે, આ વખતે સંગઠનમાં હોદ્દો મેળવવા ભારે ખેંચતાણ જામી છે. અને નામોની જાહેરાત બાદ વિરોધની જવાળાઓ પાર્ટીને દઝાડી શકે તેવી શક્યતા છે જેને જોતા હાલ આ જાહેરાત કરવામાં વિલંબ કરવામા આવી રહ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યુ છે.
રાજકીય અટકળો શરૂ
ભાજપમાં સંગઠનના નિયમ અનુસાર જિલ્લા અને શહેર પ્રમુખોની 50 ટકા નિયુક્તિ થઈ જાય તે પછી જ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થાય છે. અને ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરો મળીને કુલ 41 નવા પ્રમુખો નિયુક્ત કરવાના થાય તે પૈકી 21ની નિમણૂક થઈ જાય તે પછી જ પ્રદેશ પ્રમુખ આવવા જોઈએ.ત્યારે કહેવામા આવી રહ્યુ છે કે, વિવાદ ટાળવા 21 નવા પ્રમુખો જાહેર કરી દેવાય. આમ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકમાં વિલંબ થતા અનેક પ્રકારની અટકળો શુ થઈ છે ત્યારે હવે ભાજપનું મોવડી મંડળ શું કરે છે તે તો સમય જદ બતાવશે.
આ પણ વાંચો : બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો, અભિનેતા હોસ્પિટલમાં દાખલ