BJP Gujarat :આજે બે દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે એક તરફ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahulo Gandhi) પણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ગઈ કાલે રાત્રે જ તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. આ બે દિવસ દરિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.જેઓ આજે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે 2 વાગ્યે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કરશે.
ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ
કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. વધતી જતી મોંઘવારીમાં ખેડૂતોનો ખર્ચ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે જે અંતર્ગત સરકાર નેનો-ફર્ટિલાઇઝર્સ પર સબસિડી આપશે.આ સાથે નેનો-ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નેનો-ખાતર સબસિડી યોજનાનો પ્રારંભ કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો-ખાતરની ખરીદી માટે ખેડૂતોને 50 ટકા સુધીની સહાય પૂરી પાડવાનો છે.
રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે
અમિત શાહ આજે સાંજે 5 વાગ્યે ગોધરાના મહુલિયા ગામ ખાતે સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લઈ ગોધરાની પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે બેઠક કરશે.
અમિત શાહનો આવતી કાલનો કાર્યક્રમ
આવતી કાલે એટલે કે 7 જુલાઈના રોજ સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે જે બાદ સવારે 10:30 કલાકે નારણપુરા ખાતે SLiMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો : Rahul Gandhi in Gujarat : 15 વર્ષ પછી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયે આવશે, જાણો કાર્યલય પર કેવો છે માહોલ