BJP Gujarat : ગુજરાત ભાજપના નેતૃત્વમાં હમણાં નહિ થાય કોઈ ફેરફાર, પાટીલ જ સંભાળશે આગામી ચૂંટણીની કમાન

July 19, 2024

BJP Gujarat : લોકસભાની ચૂંટણીઓ બાદ આજે ભાજપ (BJP Gujarat)ની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ હોદેદારો ,જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાટીલે આગામી ચૂંટણીઓને લઈને મોટી વાત કહી હતી.

આગામી સપ્ટેમ્બરમાં માસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની શક્યતાના પગલે ભાજપે હવે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ (BJP Gujarat) આગામી ચૂંટણી પણ પાટીલની આગેવાનીમાં લડશે તેવા સંકેત મળી ગયા છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠકોમાં પાટીલે કરેલા સંબોધનમાં સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ તેમની જ અધ્યક્ષતામાં યોજાવાની છે. આજની બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ગુજરાત ભાજપના 2 મહામંત્રીઓ આ જવાબદારી વહેચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોGujarat Rain : સૌરાષ્ટ્રમાં મેઘમહેર બની મેઘકહેર…પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં તારાજીના દ્રશ્યો આવ્યા સામે

Read More

Trending Video