BJP Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ભાજપમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં ભાજપના નેતાઓએ જોરશોરથી આ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ભાજપની વિચારધારા સાથે નવા લોકોને મિસ્ડ કોલ દ્વારા જોડવા અને ભાજપ સરકાર દ્વારા વિકાસના જે કામો થયા છે, તેના વિશે લોકોને જાગૃત કરવા. 2 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 45 દિવસમાં એક કરોડ અને 8 લાખ પ્રાથમિક સદસ્યો બનાવવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યોમાંથી હવે સક્રિય સભ્યો બનાવવાનું અભિયાન આજથી ચલાવવામાં આવશે. આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ થોડા દિવસમાં જ ભરાવવામા આવશે. ગુજરાતમા સંગઠનના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંકમાંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે.
19 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉંમર, વિધાનસભા, મોબાઇલ નંબર, એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે કાર્યકર્તાએ 100 સભ્યો બનાવ્યા હશે તેમજ પાર્ટીમા ભવિષ્યમા સારી રીતે કામ કરનાર અને પાર્ટીમા સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.