BJP Gujarat : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)માં ક્લીન સ્વીપની ‘હેટ્રિક’ નોંધાવવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત ભાજપ બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાં બે દિવસ માટે મંથન કરશે. ગુજરાત ભાજપે બોટાદ જિલ્લાના BAPS મંદિર, સલંગપુર ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજવાની જાહેરાત કરી છે. આ બેઠક 4 અને 5 જુલાઈના રોજ યોજાશે. પ્રદેશ ભાજપ (BJP Gujarat) કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં યોજાશે. ગુજરાતમાં રાજકોટ ગેમ ઝોન આગને કારણે પાર્ટી (BJP Gujarat)એ જીતની ઉજવણી કરી ન હતી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીની આ પહેલી બેઠક હશે.
2024માં વોટની ટકાવારીમાં પણ ઘટાડો
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 24 બેઠકો જીતી હતી. મુકેશ દલાલ સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા. પાર્ટીને લોકસભા ચૂંટણીમાં કુલ 61.86 ટકા વોટ મળ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં તેને 62.21 ટકા વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં તેની વોટ બેંકમાં થોડો ઘટાડો થયો છે. લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં આગામી પ્રદેશ પ્રમુખની શોધ પણ આ બેઠકમાં પૂર્ણ થઈ શકે છે. રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ અને ફેરફારની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. આવા સંજોગોમાં બોટાદના BAPS મંદિરમાં પ્રદેશ ભાજપ કારોબારી મંથન કરશે ત્યારે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે તેમ મનાય છે.
આ પણ વાંચો : Rain Forecast : UPથી લઈને ગુજરાત સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, કેન્દ્રીય હવામાન વિભાગે શું કરી આગાહી ?