BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ રોજ એક નવા ડખા સામે આવતા રહે છે. હવે આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે પ્રમુખોની વરણીને લઈને વરિષ્ઠ નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા હતા. હવે આ જ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક નેતાએ જાહેરમાં મહિલા નેતા સાથે ગેરવર્તુણુકનો મામલો સામે આવ્યો છે.
મયંક નાયકને મળતા મહિલા નેતા પર ઉપાધ્યક્ષ થયા ગુસ્સે
ગઇકાલે અલગ અલગ જિલ્લા પ્રમુખની વરણીને લઇને અલગ અલગ નેતાઓ જિલ્લામાં જઇ નામ જાહેર કર્યા હતા. એજ પ્રક્રિયા્માં મંયક નાયક રાજકોટ પહોંચ્યો હતો. જિલ્લમાં પ્રકિયા પ્રમાણે નામ જાહેર પણ કરી દીધા સમારોહ પુરો પણ થઈ ગયો. ત્યાં બેઠેલા ઘણા બધા કાર્યકર્તા એને જિલ્લાના હોદ્દેદારોને મંયક નાયક અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળી રહ્યાં હતા. ત્યારબાદ જવાનો સમય થયો, મંયક નાયક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે રવાના થયા અને તેમની નજર બહાર ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા હતા અને તેમના પર નજર પડી હતી. એ મહિલા ગાડી તરફ આવ્યા અને શિષ્ટાચાર બતાવ્યો અને રામ રામ કહ્યાં.
સૌરાષ્ટ્રના આ નેતાને મહિલા નેતાએ આપ્યો જવાબ
હવે વળાંક અહીં આવ્યો કે, આ બધુ મંયક નાયકની સાથે રહેલા નેતાને પંસદ ના પડ્યું અને તેમણે એ મહિલા પર પોતાનો વાણી વિલાસ વરસાવ્યો. અને કહ્યું, “જતી રહે અહિંયાથી તને આદત પડી છે આવી રીતે લોકોને મળવાની.” આ બધુ જોઈને મંયક નાયક તો ચુપ રહ્યાં. પણ મહિલાનો ગુસ્સો ફટ્યો અને તેને બીજેપીના સૌરાષ્ટ્રના આ નેતા અને સંગઠનમાં ઉપાધ્યક્ષ એવા નેતાએ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો અને કહી દીધું કે તારાથી થાય એ કરી લે. મહિલા નેતાએ રાત્રે ને રાત્રે આની રજુઆત સીઆર પાટીલને કરી અને અહ્યાં પણ રાજનીતિ જોઈલો પાટીલ સાહેબે કહી દીધું કે, હવે હું થોડા સમયનો પ્રદેશ પ્રમુખ છું તમારે જે કરવું હોય તે કરો.
આ પહેલા પણ તેમનું કાંડ આવ્યું હતું સામે
આ સૌરાષ્ટ્રના નેતાને ક્યાંક ભાજપમાં ખુબ માન મળી રહ્યું હોય તેવું લાગે છે. કારણ કે, 3 દિવસ પહેલા કેબિનેટ કક્ષાના મંત્રી સાથે ગાળા ગાળી સુધી આવી ગયેલા નેતાને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે સાચવે છે તે સમજવું થોડું મુશ્કેલ છે. કારણ કે આ નેતાએ એક કેબિનેટ કક્ષાના મંત્રી સાથે ખુબ જ ખરાબ કહી શકાય તેવું વર્તન કર્યું અને તે પણ કેવી બાબતે માત્ર જિલ્લા પ્રમુખની વરણીને લઈને બબાલ કરી લીધી હતી. અને સૌ મારામારી પર આવી ગયા હતા. પરંતુ સૌરાષ્ટ્રના આ કહેવાતા વગદાર નેતાને આટલી બધી છૂટ આપી કોણે ?
અને જો આ રીતેર ભારતીય જનતા પાર્ટીમાં જો મહિલાઓનું અપમાન થશે તો કદાચ ગમે તેટલું અનામત રાખવામાં આવશે પણ કોઈ મહિલાઓ પાર્ટીમાં આવવા તૈયાર નહિ થાય. આ સાથે જ આ સૌરાષ્ટ્રના નેતાની લગામ પણ ભાજપ હાઇકમાન્ડે પોતાના હાથમાં લેવી જોઈએ જેથી કોઈ પણ નેતાઓ આ પ્રકારે મહિલાઓ સાથે વર્તન કરી શકે નહિ.
(અહેવાલ : સંજના બોડા)
આ પણ વાંચો : Panchkula : પંચકુલામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થયું, તાલીમ ઉડાન દરમિયાન અકસ્માત