BJP Gujarat : ગુજરાતમાં અત્યારે ભાજપ (BJP Gujarat) નેતાઓ અને સરકારી અધિકારીઓના ભ્ર્ષ્ટાચાર (Corruption)નો અડ્ડો બની ગયું છે. જો તમારે કંઈ પણ કાળા કામ કરવા તો કેસરિયો ખેસ (BJP Gujarat)ધારણ કરી લો એટલે કોઈ તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે. અત્યારે ગુજરાતમાં તો આવું જ કૈક ચાલી રહ્યું છે. રોજ કોઈને કોઈ ભાજપ નેતા ભષ્ટાચાર, ડ્રગ્સ, દારૂની ખેપ અને હવે તો હદ્દ જ થઇ ગઈ જયારે કોઈ કન્યા છાત્રાલયને તે લોકો પોતાની હવસનો અડ્ડો બનાવી નાખે છે. અને તે છોકરીની ફરિયાદ છતાં ગુજરાતની ઊંઘતી કે ભ્ર્ષ્ટાચારી પોલીસ આ ભાગેડુ ભાજપ (BJP Gujarat) નેતાઓને પકડી શકી નથી.
પાછલા દિવસોમાં ભાજપ (BJP Gujarat)ના કાર્યકરો પર દુષ્કર્મથી માંડીને ડ્રગ્સ, દારૂના કેસમાં સંડોવણીના આરોપ લાગ્યા છે. ઘાટ તો એવો સર્જાયો છે કે શિસ્તને વરેલી પાર્ટીના કાર્યકરો જ કાયદો હાથમાં લઇ રહ્યા છે. 25 દિવસમાં ભાજપ 10 વખત શરમમાં મુકાઈ છે. ત્યારે હવે તેમની આ જ નીતિ તેમનની પાર્ટીને ન ડુબાડે તે જોવું ખુબ જ જરૂરી છે. કારણ કે જો દરેક પ્રકારના ગંભીર ગુનામાં ભાજપ નેતાની સંડોવાળી સામે આવે તો પાર્ટી ભલે કંઈ જ ન કરે પરંતુ સમય આવ્યે જનતા જરૂર જવાબ આપી દેશે.
રાજકોટમાં ભાજપ પુત્રો ડ્રગ્સ સાથે ઝડપાયા
રાજકોટમાંથી 9.85 લાખના ડ્રગ્સ સાથે ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો હતો. જસદણ બક્ષીપંચ મોરચાના ભાજપ નેતા દેવકુ મકવાણાનો પુત્ર પાર્થ મકવાણા અને તેનો મિત્ર સાહિલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. કેસરિયા ખેસની આડમાં ડ્રગ્સની ખેપ ચલાવતા આ ભાજપ નેતાના પુત્રોને હવે શા માટે કંઈ જ સજા કરવામાં આવી નથી.
સુરતમાં ડ્રગ્સ કેસમાં ભાજપના નેતાની ધરપકડ
સુરતમાંથી ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીરની ઓયો હોટેલમાંથી 35.49 લાખના MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ભાજપ નેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મતવિસ્તાર મજુરામાં કાર્યકર છે. હદ્દ તો ત્યાં થઇ જયારે આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ. વિકાસ આહિરના ભાજપના મોટા મોટા નેતાઓ અને ખાસ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે સારા સંબંધો છે. હવે કેસરિયો ખેસ પહેર્યો છે તો તેને કોઈ કંઈ કરશે પણ નહિ તે પણ તેને ખબર છે.
રાજકોટમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી
રાજકોટમાં ભાજપ નેતાઓ હવે એટલા બેફામ બન્યા છે કે ટ્રાફિક નિયમો ભંગ કરવા મેદાને આવી ગયા છે. રાજકોટ (Rajkot)માં કિસાનપરા ચોકમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને લઈને ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓ દ્વારા ત્યાં બે ગાડી ડિટેન કરવામાં આવી જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી. આ ગાડી ભાજપ રાજકોટ યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને પોલીસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયાની પણ કાર ડિટેન કરવામાં આવી હતી. આ બંનેની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટ હતી નહિ. આ સમયે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેમણે પોલીસને દબાણ કર્યું હતું. પરંતુ પોલીસ ગાડી છોડવા તૈયાર હતી નહિ. ત્યારે તેમણે દંડ લઈને ગાડી છોડવા દબાણ કરતાં હતા.
અમદાવાદના ભાજપના નેતા દારૂની ખેપ મારતા ઝડપાયા
અમદાવાદમાં જયેશ ભાવસારની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઇ. પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપવામાં આવ્યા હતા. જયેશ ભાવસાર ભૂતકાળમાં અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ હતા. ત્યાર બાદ તેઓ ભાજપના પૂર્વ સાંસદ ડૉ.કિરીટ સોલંકીની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીમાં (DRUCC ) તેમના નોમિની તરીકે ભલામણ કરવામાં આવી હતી અને તેમની નિમણૂક પણ થઇ હતી. આમ ભાજપના આગેવાનો સાથે ભાવસાર ઘરોબો ધરાવે છે.
અમદાવાદમાં ભાડે કાર લઇ આચર્યું કૌભાંડ
અમદાવાદ (Ahmedabad)માં ભાડે ગાડીઓ લઈને પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ (Ahmedabad)માં ભાજપ (BJP Gujarat) બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લઇ અને પચાવી પાડવાનું આ કૌભાંડ આચર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં તેમને ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી 45 જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડી ભાડે આપી હતી. પ્રિન્સ મિસ્ત્રીએ બે થી ત્રણ મહિના સુધી બધાને પૈસા ચૂકવ્યા પણ ખરા. પરંતુ ત્યારબાદ પરંતુ છેલ્લા થોડા સમયથી વળતર નહીં મળતા કાર માલિકો પ્રિન્સ મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતા. પરંતુ શું આ નેતાઓને ભાજપ પાર્ટીમાંથી બરતરફ કરે છે ? તેમના કૌભાંડો સામે આવવા છતાં આ સમગ્ર મામલે પોલીસ શું એક્શન લે છે તે તો જોવાનું રહ્યું.
રાજકોટના આટકોટમાં ભાજપના નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદ
જસદણમાં એક કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. હવે વાત એવી છે કે આ છોકરી જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં રહેતી હતી. છાત્રાલયમાં ભણતી આ વિદ્યાર્થિની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરવામાં આવતું હતું. આ ફરિયાદ તેણે એ જ છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે કરી છે જે લોકો સમાજ સેવાના નામે આવા છાત્રાલય ચલાવતા હતા. આ ફરિયાદમાં ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાનું નામ લખાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : LiveStock Census : ગુજરાત સહીત દેશભરમાં યોજાશે પશુધન વસ્તી ગણતરી, છેલ્લે 2019માં પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી