BJP Gujarat : ગુજરાત BJPને ટૂંક જ સમયમાં મળશે નવા પ્રદેશ અધ્યક્ષ, જાણો ભાજપું કોકડું ક્યાં ગૂંચવાયું?

July 9, 2024

BJP Gujarat :સીઆર પાટીલનો (CR Patil)મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું (Gujarat BJP State President)પદ ખાલી થયું છે. સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે. જો કે હજુ ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તેને લઈને કોકડું ગુચવાયું છે. ત્યારે જાણવા મળી રહ્યુ છે કે, ટૂંક જ સમયમાં ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે જાહેરાત કરવામા આવી શકે છે.

ટૂંક જ સમયમાં ગુજરાત BJPને મળશે નવા અધ્યક્ષ

રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પસંદ કરવામા આવે તેવું કહેવામા આવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની ઓબીસી સમાજની વોટબૅંક ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે.ભાજપના સુત્રો દ્વારા મળથી માહિતી પ્રમાણે હાલ ભાજપ હાઈ કમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે. જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામ મોખરે હોવાનું કહેવાય છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ગુજરાતમાં જાણીતા ઓબીસી ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ટોપ પર હતું. પરંતુ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ભાજપ હારી જતા તેમના નામથી પાર્ટીને થોડી નારાજગી છે.જેથી 3 ઓબીસી ચહેરામાંથી કોઈ એક પર મહોર લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટુંક જ સમયમાં ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે ભાજપ આ અંગે ગમે ત્યારે જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર યૂઝર્સે કરી અભદ્ર ટિપ્પણી, રાષ્ટ્રીય મહિલા આયોગે કરી કડક કાર્યવાહીની માંગ , 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો

Read More

Trending Video