BJP Gujarat : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)માં ક્લીન સ્વીપની ‘હેટ્રિક’ નોંધાવવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત ભાજપ (bjp gujarat) બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાં મંથન કરી રહી છે.આ બેઠકમાં આ કારોબારીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ જાહેર થાય તેવી શક્તાઓ સેવાઈ રહી હતી ત્યારે આ બેઠકમાં પ્રદેશ કારોબારીમાં પ્રમુખ સી આર પાટીલે (CR Patil) મોટુ નિવેદન આપ્યું છે.
સીઆર પાટીલનું મોટું નિવેદન
સીઆર પાટીલે કહ્યું કે, આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો. જેથી પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદાનો નિયમ હોવાના કારણે પ્રમુખ ની જવાબદારીમાંથી મને મુક્ત કરો. હાઈકમાન્ડ ને વિનંતી કરી છે પરંતુ પાર્ટીના કાર્યકરોને પણ મારી લાગણી પહોંચાડું છું.અન્ય કોઈ આગેવાનને જવાબદારી સોપો, જે બધાને સાથે રહીને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે.જેનું બુથ માઇનસ હોય તેને હોદો ન આપવો જોઈએ. મે હાઈ કમાન્ડને કહ્યું છે કે મને મુક્ત કરો , મારા કાર્યકાળમા કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો.
અન્ય બે હોદ્દા ભોગવતા નેતાઓ પાસેથી એક પદ છીનવાશે
મહત્વનું છે કે, સીઆર પાટીલનું આ એક વ્યક્તિ એક હોદ્દાના નિર્ણય અંગેના નિવેદન પરથી લાગી રહ્યુ છે કે, ભાજપમાં અન્ય પણ જે લોકો બે હોદ્દા ભોગવી રહ્યા છે તેમનું પણ એક પદ છીનવાશે..આ સાથે ભાજપ પ્રદેશ કારોબારીમાં સીઆર પાટીલના સૂચક નિવેદનના પગલે હવે ગમે ત્યારે રાજ્ય ભાજપને નવા પ્રમુખ મળી શકે છે.
આ પણા વાંચો : Hathras Stampede : રાહુલ ગાંધી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા, પરિવારોને પીડા સાંભળી મદદની આપી ખાતરી