BJP Gujarat : અમદાવાદમાં ભાજપની ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી, ઉમેદવારના નામ પર મહામંત્રી અને ધારાસભ્ય વચ્ચે જોરદાર બોલાચાલી

April 8, 2026

BJP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. અને આ ચૂંટણીના પડઘમ વચ્ચે દરેક પક્ષમાં ઉમેદવારોના નામ પર સતત મંથન ચાલી રહ્યું છે. ભાજપ (BJP Gujarat) પણ ઉમેદવાર પસંદગીને લઈને ખુબ મનોમંથન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ ભાજપ (BJP Gujarat)માં એક ઉમેદવાર પસંદગીને લઈને જોરદાર બબાલ થઇ હોવાની વાત જાણવા મળી છે. સામાન્ય રીતે અલગ અલગ સ્તરેથી ઉમેદવારોના નામ નક્કી થતા હોય છે. અને ભાજપ ખુબ મોટી પાર્ટી છે અને ખાસ તો અમદાવાદમાં ઉમેદવારોને લઈને ખુબ જ વિચાર વિમર્શ ચાલી રહ્યા છે. અને તે મામલે હવે જોરદાર બબાલ થઇ હોવાની વાત જાણવા મળી છે.

અમદાવાદ (Ahmedabad)માં ઉમેદવારના નામ નક્કી કરવા માટે ચૂંટણી સંકલનની બેઠક મળી હતી. અને આ સંકલનની બેઠકમાં જે નામ નક્કી કરવામાં આવે તેને આગળ મોકલવામાં આવે છે. પણ અહીંયા ટ્વીસ્ટ એ છે કે અમદાવાદમાં ચૂંટણી સંકલનની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પણ આ સંકલનની બેઠકમાં એક મહામંત્રી દ્વારા ઉમેદવારના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. આ બેઠકમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક ધારાસભ્ય પણ હાજર હતા. અને મહામંત્રી દ્વારા જે ઉમેદવારના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો તે ઉમેદવાર ધારાસભ્યને પસંદ આવ્યો નહિ. ધારાસભ્યની દલીલ એવી હતી કે જે ઉમેદવાર પક્ષ માટે દિવસમાં બે કલાક પણ ફાળવી શકે નહિ, તેને ટિકિટ કેવી રીતે આપી શકાય અને તેના જ કારણે આ નામ મામલે લગભગ બે કલાક બબાલ ચાલી હતી. હવે તે ઉમેદવારનું નામ આગળ ગયું કે નહિ તે તો યાદી બહાર આવશે ત્યારે જ ખબર પડશે. પણ ચૂંટણી આવતાની સાથે જ ક્યાંક પક્ષમાં પણ મતભેદ જોવા મળતા હોય છે.

આ પણ વાંચોChaitar Vasava : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા ચૈતર વસાવા, પોલીસ અને સરકારને લીધી આડેહાથ

Read More

Trending Video