BJP Gujarat : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા મિસ કોલના માધ્યમથી પ્રાથમિક સદસ્યતા આપવામાં આવી. તેવી જ રીતે આજે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સદસ્ય બનાવવામાં આવ્યા છે. ભાજપના આ સદસ્યતા અભિયાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ગોરધન ઝડફિયા તેમજ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, સંગઠનમાં શિથિલતા ના આવી જાય એ માટે આપણે દર છ વર્ષે ભાજપમાં નવી સદસ્યતા આપીએ છીએ. કોરોના અને ઈલેકશનના લીધે લંબાયું હતું. હવે દેશવ્યાપી સદસ્યતા અભિયાન શરૂં કરવામાં આવ્યું છે. દરેક સક્રિય કાર્યકર્તાએ 100 પ્રાથમિક સદસ્ય બનાવવા જરૂરી છે. આ ઝુંબેશથી ગુજરાતમાં 2 કરોડ પ્રાથમિક સદસ્ય બનાવવાનો ટાર્ગેટ છે. ગુજરાત આ વખતે સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે રહેવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં મે એક સીટ ગુમાવવાનો અપજશ સ્વીકાર્યો છે. વડાપ્રધાન 15 – 16 ગુજરાતના પ્રવાસે આવવાના છે. પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સદસ્ય વચ્ચે ફરક છે. પ્રાથમિક સદસ્ય ઘરના તમામ લોકો બની શકે. જ્યારે પેજ કમિટી સદસ્ય એક ઘરમાંથી એક જ બનશે.
આ પણ વાંચો : Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત