BJP Gujarat: ભાજપના આ સંસદસભ્યોને સિનિયોરિટી છતા ન મળ્યું મંત્રીપદ, આ કારણે થયા સાઈડલાઈન

June 11, 2024

BJP Gujarat : શપથગ્રહણ બાદ સોમવારે નરેન્દ્ર મોદી કેબિનેટના (Modi Cabinet) તમામ મંત્રીઓના મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી હતી.જેમાં ગુજરાતને (Gujarat) પાંચ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને એક રાજ્ય કક્ષાના મંત્રી મળ્યા છે. જો કે ગુજરાતમાંથી બે સિનિયર સાંસદો મનસુખ વસાવા (Mansukh Vasava ) અને પૂનમ માડમને (Poonam Mandam) વિવાદ નડી ગયો છે. ચૂંટણીમા આ નેતાઓનું જે પ્રમાણેનું પ્રદર્શન રહ્યુ છે તેને જોતા એવું કહેવામા આવતુ હતુ કે, આ બે નેતાઓને કેન્દ્રમાં સ્થાન મળી શકે છે. જેમાં મહિલાઓની પસંદગીમાં પૂનમ માડમની પસંદગી થઈ શકે તવું પણ ચર્ચાઈ રહ્યુ હતુ.જો કે સતત ત્રણ ટર્મથી જીતતાં પૂનમબેન માડમને બદલે ભાજપે ગુજરાતમાંથી પ્રથમવાર ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાની પસંદગી કરી છે.

મનસુખ વસાવા સાતમી વાર સાંસદ તરીકે ચૂંટાયા છતા કેમ ન મળ્યું મંત્રીપદ ?

મહત્વનું છે કે, 1998માં ભરૂચના પૂર્વ સાંસદ ચંદુભાઈ દેશમુખના અવસાન પછી સતત સાતમીવાર મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાયા છે અને રાજ્યના વર્તમાન સાંસદોમાં તેઓ સૌથી વધુ સિનિયર છે. તેમ છતા તેમની પસંદગી કરી નથી તેમને નજર અંદાજ કરવાનું કારણ ભાજપના સુત્રોએ કહ્યુ હતુ કે, આખા બોલા મનસુખ વસાવા હંમેશા વિવાદમાં રહે છે અનેકવાર તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે જાહેરમાં બાખડી પડ્યા હોય તેવી ઘટનાઓને કારણે ભાજપ પાર્ટીને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. જેના કારણે પાર્ટીને તેમને કેન્દ્રમાં સ્થાન આપ્યું નથી.

પૂનમ માડમને શું નડ્યું ?

જામનગરની બેઠક પરથી સતત ત્રીજી વાર ચૂંટાયેલા પુનમ માડમ રાજ્યમાંથી સાસંદ બનેલી ત્રણ મહિલાઓમાં દેખીતી રીતે સૌથી સિનિયર છે. આ વખતે પૂનમ માડમ તેમની સિનિયોરિટીને કારણે મંત્રીપદના મજબુત દાવેદાર હતા. પરંતુ થોડા સમય પહેલા જામનગરના ધારાસ્ય રીવાબા જાડેજા સાથે જાહેરમાં થયેલી તુતુમેંમેં તેમને નડી ગયું હોય તેવું કહેવાઈ રહ્યુ છે. આ સાથે કદાત તેમને મોટા કોપોર્રેટર ગૃહ સાથેની ઘનિષ્ટતા પણ નડી ગઈ હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે.  આ કારણોથી ભાજપે પૂનમબેન માડમને બદલે  ગુજરાતમાંથી પ્રથમવાર ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાની પસંદગી કરી છે.

આ વખતે 6 મંત્રીઓને લેવાયા

મહત્વનું છે કે, ભાજપને વિવાદોથી ઘેરાયેલા સાંસદોને આ વખતે મંત્રી પદથી દૂર રાખ્યા છે જેમાં , મનસુખ વસાવા, પુનમ માંડમ તેમજ પરષોત્તમ રુપાલાનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે, છેલ્લે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતના સાત મંત્રીઓ હતા જ્યારે આ વખતે 6 મંત્રીઓને લેવાયા છે. ભાજપને આ વખતે ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જીતવાની આશા હતી પરંતુ બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેને આ સીટ જીતીને ભાજપની આ આશા પર પાણી ફેરવી વાળ્યું છે જેના કારણે ભાજપમાં હેટ્રિક નહીં કરવાને લઈને નિરાશા છે.

આ પણ વાંચો :  Gujarat Assembly: નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Read More