BJP Gujarat : અમદાવાદમાં ભાજપના આંતરિક વર્તુળોમાં વાયરલ પત્રથી ખળભળાટ, મહિલા કાર્યકર્તાએ પક્ષના જ નેતા સામે શોષણના આરોપ લગાવ્યા

August 5, 2026

BJP Gujarat : સામાન્ય રીતે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. અને આ જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ કોઈને કોઈ હરકતોને કારણે ચર્ચામાં આવતા હોય છે. બહારથી દેખાતી શિસ્તના ક્યાંક તેમના જ નેતાઓ આંતરિક ધજાગરા ઉડાડે છે. અને આ જ ભાજપના નેતાઓ કોઈને કોઈ ગુનાઓમાં પણ સંડોવાયેલા રહે છે. પણ આજે પક્ષમાં જ્યાં મહિલાઓને માતા અને બહેનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યાં જ એક નેતાએ મહિલા નેતા પાસે અભદ્ર માંગણી કરી હતી જેની ફરિયાદ પક્ષને કરવામાં આવી છે. જેનો પત્ર વાયરલ થયો છે. અને તેના જ કારણે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં ભાજપના આંતરિક વર્તુળોમાં એક ફરિયાદી પત્રને લઈને ચર્ચા જામી છે. પક્ષના સિનિયર કાર્યકર પન્નાબેન ઝાએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને પત્ર લખી સ્થાનિક હોદ્દેદાર જયેશ બારોટ સામે મહિલા કાર્યકર્તાઓ સાથે કથિત અયોગ્ય વર્તન અને શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા કાર્યકર્તાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ પક્ષના કામના બહાને અયોગ્ય માંગણીઓ કરવામાં આવે છે. આક્ષેપોના કારણે મહિલા કાર્યકર્તાઓમાં અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.

પન્નાબેન ઝાએ સમગ્ર મામલે પક્ષની ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી દ્વારા તટસ્થ તપાસ કરાવી જવાબદાર સામે પક્ષના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે પક્ષની છબીને નુકસાન પહોંચાડવાનો તેમનો કોઈ ઇરાદો નથી, પરંતુ મહિલા કાર્યકર્તાઓની સુરક્ષા અને ન્યાય માટે અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે.

આ મામલે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે જણાવ્યું હોવાનું કહેવાય છે કે પક્ષને ફરિયાદ મળી છે અને યોગ્ય તપાસ બાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. નોંધનીય છે કે આ ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને મામલો હાલ આંતરિક તપાસ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે. અને મળતી માહિતી મુજબ આ નેતાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોPM Modi Video : માર્ક ઝુકરબર્ગને પીએમનો વીડિયો હટાવવા માટે 3 દિવસનું અલ્ટીમેટમ, કહ્યું “માફી માગો નહીંતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો”

Read More

Trending Video