BJP Gujarat: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સવાલ તે થાય છે કે, શું ભારતીય જનતા પાર્ટી સાથે સારો ઘરોબો ધરાવનારાઓને કોઈ પણ ગુનો કરવાનું લાઈસન્સ મળી જાય છે ? ભાજપ સાથે કનેક્શન હોય એટલે કેમ આ આરોપીઓને કાયદાનો કોઈ ડર રહેતો નથી ? ત્યારે જાણીશું આ અહેવાલમાં તાજેતરમાં ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓમાં ભાજપ કનેક્શન વિશે.
દાહોદની 6 વર્ષની માસુમ દિકરીની દુષ્કર્મની ઈરાદે હત્યા, આરોપીનું ભાજપ કનેક્શન
તાજેતરની જ વાત કરવામા આવે તો દાહોદમાં એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે. એટલે સ્પષ્ટ છે કે, આ આરોપી પણ ભાજપ સાથે કનેક્શન ધરાવતો હતો. જાણવા મળી રહ્યુ છે કે, આ પૂર્વ મંત્રી સામે પણ ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી.
વડોદરામાં દુષ્કર્મનો આરોપી ભાજપનો કાર્યકર
વડોદરાની વાત કરવામાં આવે તો ભાજપના એક કાર્યકરે પરિણીતાના ઘરમાં ઘૂસીને બળજબરી પૂર્વક તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ . ત્યારે કહેવામાં આવી રહ્યુ છે કે, ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ખાસ અંગત ગણાતા આકાશ ગોહિલને બળાત્કારના કેસમાં બચાવવા પોલીસે ધમપછાડા કર્યા. પીડીતાએ બપોરે બે કલાકે બળાત્કારની અરજી કરી છતાં પોલીસે આ પીડીતાની ફરિયાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ લીધી. આકાશ ગોહિલ પર પણ અનેક સ્ત્રીઓને બ્લેકમેલ કરી અને ભાજપ નેતાઓના ફાર્મ હાઉસમાં અનેક સ્ત્રીઓ સાથે આડા સંબંધોની વાત પણ ખુલી છે. ત્યારે આ આરોપીના વડોદરા શહેરના અનેક નેતાઓ સાથે ફોટો સામે આવ્યા છે.
આટકોટમાં ભાજપ નેતા જ દુષ્કર્મનો આરોપી
જો આટકોટની વાત કરવામાં આવે તો આટકોટમાં આવેલ ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ભાજપના આગેવાને દુષ્કર્મ આચર્યુ. અહીંયા પણ ભાજપના નેતાઓ સાથે આરોપીઓ સારો ઘરોબો ધરાવે છે. આ સાથે યુવતીએ એવો આરોપ લાગવ્યો છે કે, મધુ ટાઢાણી અને પરેશ રાદડિયાએ દુષ્કર્મ ભાજપના પ્રદેક્ષ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પોતાની હોસ્પિટલનું નામ આવતા ભરત બોઘરાએ પણ પોતાના બતાવમાં આવ્યા હતા અને ભાજપ નેતાઓએ એવું નિવેદન આપ્યું હતુ કે, જ્યાં સુધી ઓરોપો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના થાય. આમ આ કેસમાં ભાજપના મોટા નેતાઓ આરોપીનો બતાવ કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું.
પાટણમાં દુષ્કર્મના આરોપીની ભાજપના મંત્રીએ કરી મદદ
જો પાટણની વાત કરવામાં આવે તો ચાણસ્મામાં એક સગીરા સાથે શંકર ચૌધરી નામના ભુવાએ બળાત્કાર કરી વિડીયો બનાવ્યો હતો. આ ભુવાને બચાવવા માટે ભાજપના મહેસાણાના જિલ્લા યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીએ આ ઘટનાના આરોપીને સંતાડીને તેને મદદ કરી હતી. ત્યારે ગૌરવ ચૌધરીના પણ ઘણા ભાજપ નેતાઓ સાથેના ફોટાઓ બહાર આવ્યા છે.
કુબેર ડીંડોરે ભાજપના નેતાઓનો બચાવ કરતા કહી આ વાત
આમ ગુજરાતમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે તેમાં ભાજપનું કનેક્શન ખુલીને બહાર આવે છે. ત્યારે ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓમાં હવે રાજનીતિ થઈ રહી છે.આ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને થઈ છે. કોંગ્રેસ નેતાઓ કહી રહયા છે કે બળાત્કારના આરોપીઓ હંમેશા ભાજપના જ ભ્રષ્ટાચારી નેતાઓ હોય છે. જ્યારે ભાજપના નેતા કુબેર ડીંડોર પોતાના પક્ષનો બચાવ કરતા કહી રહ્યા છે કે, આ આરોપીઓના સંસ્કારમાં ખામી રહી હશે. ત્યારે શિક્ષણમંત્રી સામે સવાલ તે ઉભો થાય છે કે, હજુ ભાજપમાં કેટલા એવા ભ્રષ્ટાચારી નેતાઓ છે કે, જેમના સંસ્કારમાં ખામી રહી ગઈ હશે.કારણ કે અત્યારે જેટલી ઘટનાઓ સામે આવી છે તેનો આંકડો જોઈએ તે તે એટલો ઓછો નથી કે તેને હલકામાં લઈ શકાય.
શું ભાજપનો ખેસ પહેરેલો હોય એટલે તેમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે ?
હાલની દાહોદ, આટકોટ, વડોદરા અને પાટણમાં દુષ્કર્મની ઘટનાઓના આરોપીઓ ભાજપના નેતા અને ભાજપ સંઘ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે ત્યારે સવાલ તે થાય છે કે, શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા જ કેમ લોકો કાયદો હાથમાં લઈ લે છે. કેમ કોઈપણ ગુનો આચરવો હોય તો ભારતીય જનતા પાર્ટીનું નામ અને ભારતીય જનતા પાર્ટી સાથે ઘરોબો ધરાવવો તો તે સામાન્ય થઈ જાય છે ? જો આવા કેસમાં વિપક્ષમાંથી કોઈનું કનેક્શન બહાર આવે તો ભાજપમાંથી તેનો વિરોધ કરવામા આવે છે તાજેતરમાં કોલકત્તામાં તાલિમાર્થી ડોક્ટર સાથે જે રેપ અને મર્ડની ઘટના બની તે મામલે ગુજરાત ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામા આવી હતી અને આખાય ગુજરાતમાં દેખાવો કરવામા આવ્યો હતો આ સાથે મમતા સરકારનું રાજીનામુ પણ માંગવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે કેમ ભાજપમાંથી કોઈ અવાજ ઉઠતો નથી. કેમ આ દિકરીઓના ન્યાય માટે ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામા આવતી નથી ? શું ભાજપનો ખેસ પહેરેલો હોય એટલે તેમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે ? આમ આવી ઘટનાઓમાં ભાજપ કનેક્શન બહાર આવતા અનેક સવાલો થઈ રહ્યા છે…
આ પણ વાંચો : આતિશીના નિર્ણય પર ભડક્યા આકાશ આનંદ, કહ્યું- ‘તે અરવિંદ કેજરીવાલને બંધારણથી ઉપર રાખે છે’