BJP Gujarat: રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં (Rajkot TRP Gamezone fire) 28 લોકો જીવતા બળીને ભળથું થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. હજુ તો આ આ ઘટનામાં પોતાના ઘરના સભ્યોને ગુમાવનાર પરિવારજનોનો કલ્પાંત શમવાનું નામ નથી લઇ રહ્યો. પરિવારજનો ન્યાય માટે કેટલાક દિવસથી ધરણા કરી રહ્યા છે આગામી 25 જુનના રોજ રાજકોટ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીના શપથ સમારોહને ભાજપના કાર્યકર્તાઓએ ઉજવ્યો
રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામા નહીં આવે પરંતુ સાદગીથી જીતને વધાવી લેવામા આવશે. રાજકોટ અગ્નિકાંડને લઈને પ્રદેશ ભાજપે જાહેરાત કરી હતી. જેમાં ફૂલહાર, વિજય સરઘસ, મોં મીઠાઈ કે ફટાકડા ફોડવામાં નહિ આવે, સાદગીથી જીતને વધાવી લેવા માટે પ્રદેશ ભાજપ તરફથી તમામ શહેર જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરાઇ હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવાર સાથે સંવેદના પ્રગટ કરવા આ નિર્ણય લેવામા આવ્યો હતો.
જો કે. ગઈ કાલે ભારતના વડાપ્રધાન પદે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સપથ લેતા ભાજપમાં ઉત્સવ મનાવવામા આવ્યો હતો. આ શપથ સમારોહને ભાજપના કાર્યકર્તાઓએ ધામધુમથી ઉજવ્યો હતો. ભાવનગરમાં નિબુબેન બામણીયાએ મંત્રીપદના શપથ ગ્રહણ કરતા કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામા આવી હતી. આ સાથે અમરેલીના સાંસદ ભરત સુતરીયાના જરખીયા ગામમા ઉત્સવ મનાવવામા આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ અમરેલીના સાંસદ ભરત સુતરીયાના ગામ જરખીયામા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
રાજકોટ દુર્ઘટનામાં પરિજનોને ખોનારાઓ ધરણા
રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવાર સાથે સંવેદના પ્રગટ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીમાં જીતનું ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. ત્યારે ગઈ કાલે ભારતના વડાપ્રધાન પદે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સપથ લેતા ભાજપમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ ફાટકડા ફોડી મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામા આવી હતી. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવાર સાથે સંવેદના પ્રગટ કરવા ભાજપે જે આદેશ કર્યો હતો તેનું પાલન થયું નથી. ત્યારે બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં પોતાના પરિવારજનોને ખોનારાઓ ન્યાય માટે કેટલાક દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. હવે તો ન્યાયની આશાએ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે બે દિવસ અગ્નિકાંડમાં પોતાના પુત્રને ખાનાર પુતાએ પણ આઘાતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે અન્ય પરિવારજનોની હાલત પણ ખરાબ થઈ રહી છે. ત્યારે આ પરિવારજનોને ન્યાય મળશે કે પછી અન્ય ઘટનાઓની જેમ કાર્યવાહીના નામે માત્ર નાટકો થાય છે તે પણ જોવું રહ્યું.
આ પણ વાંચો : Modi Cabinet : મોદી સરકાર 3.0માં રાજનાથ સિંહ, અમિત શાહ સહીત 30 કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ