BJP election campaign: PM Modi આજે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, કુરુક્ષેત્રમાં ગજવશે સભા

September 14, 2024

BJP election campaign: ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) અને હરિયાણાથી (Haryana ) વિધાનસભા ચૂંટણી (assembly elections) પ્રચારની શરૂઆત કરશે. તે પહેલા ડોડા જશે. આ પછી તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર પહોંચશે.  ભાજપે તેના  ટ્વિટર (X) હેન્ડલ પર વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની વિગતો શેર કરી છે.

પીએમ મોદીના ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ

ભાજપના X હેન્ડલની વિગતોમાં એવું જણાવવામા આવ્યું છે કે વડા પ્રધાન બપોરે ડોડામાં (Doda) પાર્ટીની વિશાળ જાહેર સભાને સંબોધશે. આ પછી તેઓ હરિયાણાના કુરુક્ષેત્રમાં ભાજપની રેલીમાં ભાગ લેશે. કુરુક્ષેત્રમાં બીજેપીની રેલી બપોરે સવા ચાર વાગે યોજાશે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં થઈ હતી. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં 90 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહારા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ વિધાનસભા મતવિસ્તાર. મતદાન થશે.

પીએમ મોદી કુરુક્ષેત્રમાં ગજવશે સભા

વડાપ્રધાન મોદીની જાહેર સભા હરિયાણાના કુરુક્ષેત્રમાં એક થીમ પાર્કમાં યોજાશે. તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રેલી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પણ વાંચો :  PM Modi જે ટ્રેનને લીલીઝંડી બતાવવાના હતા તેના પર પથ્થરમારો, 5 આરોપીઓની ધરપકડ

Read More

Trending Video